2014 ચૂંટણીમાં નહીં NDA, નહીં UPA, સરકાર બનાવશે ત્રીજો મોરચો : સર્વે
નવી દિલ્હી, 16 ઓગસ્ટ : દેશમાં લોકસભા ચૂંટણી 2014 માટેનો માહોલ ગરમ છે. આવા સમયે ચૂંટણીઓ 2014ને બદલે અત્યારે યોજવામાં આવે તો કોણ સરકાર બનાવશે? તમે કહેશો કે મોદીનો પ્રભાવ છે એટલે એનડીએ સરકાર બનાવશે. પણ આ સર્વેક્ષણના પરિણામો અલગ સ્થિત સૂચવે છે. જી ના યુપીએ સરકાર પણ ફરી સત્તામાં નહીં આવે. આ વખતે ત્રીજા મોરચાની સરકાર રચાશે. ત્રીજા મોરચાની સરકાર બનાવવામાં ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીની ભૂમિકા મહત્વની રહેશે. આ કારણે જ સપાના સુપ્રીમો મુલાયમ સિંહ પીએમ પદની સૌથી નજીક રહેશે.
ઓગસ્ટ 2013માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાય તો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએને સફળતા મળતી દેખાતી નથી. સર્વેના જણાવ્યા અનુસાર યુપીએ-કોંગ્રેસ વિરોધી લહેરનો સીધેસીધો ફાયદો અન્ય દળોને મળતો જોવા મળી રહ્યો છે. આ કારણે ત્રીજા મોરચા પાસે 251 બેઠકો આવે એવી શક્યતા ઉભી થઇ છે.
ઇન્ડિયા ટુડે અને સી વોટર દ્વારા સંયુક્ત રીતે મેળવવામાં આવેલા ઓપિનિયન પોલના પરિણામો દર્શાવે છે કે વર્ષ 2009માં યુપીએ સરકારને 259 બેઠકો મળી હતી. પણ ઓગસ્ટ 2013માં જો ચૂંટણી યોજાય તો યુપીએને માત્ર 137 બેઠકો મળવાની શક્યતા છે. આ કારણે યુપીએને 122 બેઠકોનું મોટું નુકસાન છે. યુપીએને થઇ રહેલા નુકસાનનો ફાયદો એનડીએને મળતો જોવા મળ્યો નથી. એનડીએને પણ માત્ર 155 બેઠકો મળવાનું અનુમાન છે. વર્ષ 2009ની ચૂંટણીઓમાં તેને 159 બેઠકો મળી હતી. આ વખતે જેડીયુ એનડીએનો હિસ્સો નથી એ સૌથી મોટી બાબત છે.

ત્રીજો મોરચો મારશે બાજી
ઇન્ડિયા ટુડે અને સી વોટર દ્વારા સંયુક્ત રીતે મેળવવામાં આવેલા ઓપિનિયન પોલના પરિણામો દર્શાવે છે કે વર્ષ 2009માં યુપીએ સરકારને 259 બેઠકો મળી હતી. પણ ઓગસ્ટ 2013માં જો ચૂંટણી યોજાય તો યુપીએને માત્ર 137 બેઠકો મળવાની શક્યતા છે. આ કારણે યુપીએને 122 બેઠકોનું મોટું નુકસાન છે. યુપીએને થઇ રહેલા નુકસાનનો ફાયદો એનડીએને મળતો જોવા મળ્યો નથી. એનડીએને પણ માત્ર 155 બેઠકો મળવાનું અનુમાન છે. વર્ષ 2009ની ચૂંટણીઓમાં તેને 159 બેઠકો મળી હતી. આ વખતે જેડીયુ એનડીએનો હિસ્સો નથી એ સૌથી મોટી બાબત છે.

ભાજપ રહેશે આગળ
સર્વે દર્શાવે છે કે કોંગ્રેસને 121 બેઠકો મળી શકે છે અને તેને 85 બેઠકો પર નુકસાન થશે. જ્યારે ભાજપને 130 બેઠકો મળશે અને તેને 14 બેઠકોનો લાભ મળશે.

...તો મુલાયમના શિરે પીએમનો મુગટ
સર્વે અનુસાર વર્તમાન સ્થિતિ અનુસાર ત્રીજા મોરચાને સફળતા મળશે. તેમાં અન્ય દળોને મળીને કુલ 251 બેઠકો મળવાની શક્યતા છે. મુલાયમની સમાજવાદી પાર્ટીને 13 બેઠકો પર લાભ સાથે સૌથી વધારે 34 બેઠકો મળવાની શક્યતા છે. આ કારણે મુલાયમ પીએમ પદની સૌથી નજીક હશે.

વિધાનસભા ચૂંટણીઓની અસર
આ સર્વેમાં દેશમાં આ વર્ષના અંતે આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ પર પણ એક નજર નાખવામાં આવી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મિઝોરમ અને રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસ વિરોધી લહેરનો સીધો ફાયદો ભાજપને મળવાનો છે.

મધ્યપ્રદેશમાં ભાજપ હેટ્રિક લગાવી શકે
મધ્યપ્રદેશમાં ભાજપને ભલે 21 બેઠકો ઓછી મળે, પણ અંદાજે 122 બેઠકો મેળવીને શિવરાજસિંહ સરકાર વિજયની હેટ્રિક લગાવી શકે છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. તેમાં વર્ષ 2008માં કોંગ્રેસને 71 બેઠકો મળી હતી. જો કે આ વખતની ચૂંટણીઓમાં તેની બેઠકો વધીને 92 થવાની શક્યતા છે, પણ બહુમતીથી તે દૂર રહેશે.

દિલ્હીમાં ગૂંચવણની સ્થિતિ
દેશની રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (એએપી) કોંગ્રેસ અને ભાજપનો ખેલ બગાડશે. 70 બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપ બંનેને 28 - 28 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે એએપી 9 બેઠકો જીતશે.

છત્તીસગઢમાં ભાજપ બાજી મારશે
છત્તીસગઢમાં જનતાનો વિશ્વાસ રમણસિંહ સરકાર પર ટકેલો છે. વર્ષ 2008ની સરખામણીએ ભાજપને 5 બેઠકોના નુકસાન સાથે 45 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસને 4 બેઠકોના લાભ સાથે 42 બેઠકો મળી શકે. રાજ્ય વિધાનસભામાં કુલ 90 બેઠકો છે.

રાજસ્થાનમાં વસુંધરાનું કમબેક
સર્વે અનુસાર રાજસ્થાનમાં વસુંધરાનું કમબેક થઇ રહ્યું છે. કોંગ્રેસને 17 બેઠકોના નુકસાન સાથે 79 બેઠકો મળશે. જ્યારે ભાજપને 19 બેઠકોના ફાયદા સાથે 97 બેઠકો મળશે. રાજ્ય વિધાનસભામાં કુલ 200 બેઠકો છે. બસપાને આ વખતે 5 અને અન્યને આ વખતે 19 બેઠકો મળવાની સંભાવના છે.

સર્વે કેટલો વિશ્વાસપાત્ર?
ઇન્ડિયા ટુડે અને સી વોટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા સર્વેમાં દેશના તમામ 28 રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે. 2 ઓગસ્ટથી 10 ઓગસ્ટ, 2013 સુધી 15815 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેના આધારિ સમગ્ર સર્વેના આંકડા તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ભૂલની સંભાવના 3 ટકા હોઇ શકે છે.












Click it and Unblock the Notifications
