પંજાબ નહીં આ રાજ્યના સૌથી વધુ લોકો અમેરિકાથી થયા છે ડિપોર્ટ, જાણો ક્યા રાજ્યની છે કેટલી સંખ્યા?
જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે, ત્યારથી ગેરકાયદેસર ઈમિગ્રન્ટને તેમના દેશોમાં પરત મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ગઈકાલે એટલે કે, 17 ફેબ્રૂઆરી,2025ના રોજ ત્રીજી ફ્લાઇટ અમૃતસર પહોંચી.
આ વિમાનમાં 112 NRI હતા. દેશનિકાલ કરાયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો. આ વખતે સ્ત્રીઓ અને બાળકોને છોડીને પુરુષોને સાંકળોથી બાંધીને મોકલી દેવામાં આવ્યા.
અત્યાર સુધી 3 ફ્લાઈટ ભરીને ગેરકાયદે ઈમિગ્રન્ટને ભારત પરત મોકલવામાં આવ્યા છે. પહેલી વાર 104 લોકોને ભારત પાછા લાવવામાં આવ્યા અને બીજી વાર 116 લોકોને પાછા લાવવામાં આવ્યા.
સીએમ ભગવંત માને પણ પંજાબમાં વિમાનના લેન્ડિંગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે તેમના પર પંજાબને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ વખતે લાવવામાં આવેલા 112 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાં 89 પુરુષો હતા જ્યારે 16 મહિલાઓ અને 7 બાળકો પણ હતા. 112 લોકોમાંથી મોટાભાગના હરિયાણાના હતા. ત્યારબાદ ગુજરાત અને પંજાબથી સ્થળાંતર કરનારાઓનો સમાવેશ થતો હતો.

ત્રીજી વખત 112 લોકોને પરત લાવવામાં આવ્યા
- હરિયાણા - 44
- ગુજરાત - 33
- પંજાબ - 31
- ઉત્તર પ્રદેશ - 2
- હિમાચલ - 1
- ઉત્તરાખંડ-1
બીજી વખત 116 લોકોને લાવવામાં આવ્યા
- પંજાબ - 67
- હરિયાણા - 33
- ગુજરાત - 8
- ઉત્તર પ્રદેશ - 2
- મહારાષ્ટ્ર - 2
- રાજસ્થાન-2
- હિમાચલ - 1
- ગોવા-1
- જમ્મુ અને કાશ્મીર -1
પહેલી વાર 104 લોકોને લાવવામાં આવ્યા
- પંજાબ - 30
- હરિયાણા - 34
- ગુજરાત - 33
- ઉત્તર પ્રદેશ - 2
- મહારાષ્ટ્ર - 3
- ચંદીગઢ - 2












Click it and Unblock the Notifications
