પીએમ મોદી પરને પનોતી કહેવા મુદ્દે રાહુલ ગાંધીને નોટીસ, બે દિવસમાં જવાબ આપવા કહેવાયુ
ચૂંટણી સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ મજાકિયા અંદાજમાં પનોતી કરીને પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. હવે આ મુદ્દે રાહુલ ગાંધીને નોટીસ આપીને જવાબ અપાયો છે.
પનોતી અને જેબ કતરા જેવી ટીપ્પણી મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આ નોટીસ અપાઈ છે. ચૂંટણી પંચે નોટિસ પાઠવીને 25 નવેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવાયું છે.

બીજેપીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવ્યાના એક દિવસ બાદ આ નોટિસ આવી છે. આયોગે રાહુલ ગાંધીને શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. ચૂંટણી પંચે પુછ્યુ છે કે, આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ શરૂ ન કરવી?
જણાવી દઈએ કે, રાજસ્થાનમાં ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો અને તેમને પનોતી કહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમની એન્ટ્રીના કારણે ભારત ગયા રવિવારે ઓસ્ટ્રેલિયા સામે 2023 વર્લ્ડ કપની ફાઈનલ મેચ હારી ગયું.
Election Commission of India issues notice to Congress MP Rahul Gandhi on his 'panauti' and 'pickpocket' jibes at PM Modi, asks him to respond by 25th November pic.twitter.com/CcrIlU6I9o
— ANI (@ANI) November 23, 2023
ચૂંટણી પંચે નોટિસ કહ્યું કે, વડા પ્રધાનની સરખામણી જેબકરતા સાથે કરવી અને તેમના માટે પનોતી શબ્દનો ઉપયોગ કરવો એ રાષ્ટ્રીય રાજકીય પક્ષના ખૂબ જ વરિષ્ઠ નેતા માટે અયોગ્ય છે. નોટિસમાં એમસીસી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે સુપ્રીમ કોર્ટની ઘોષણાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
