Chandrayan 3: હવે 13 જુલાઇએ લોન્ચ નહીં થાય ચંદ્રયાન 3, ઇસરોએ બદલી તારીખ, જાણો
ચંદ્રયાન-3 મિશનના લોન્ચિંગને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગ્યે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. અગાઉ ચંદ્રયાન-3 13 જુલાઈએ લોન્ચ થવાની ધારણા હતી. પરંતુ હવે ઈસરોએ લોન્ચની તારીખ, સમય અને સ્થળ વિશે બધું જ સ્પષ્ટ કરી દીધું છે.
આ પહેલા 5 જુલાઈના રોજ ઈસરો દ્વારા ચંદ્રયાન-3ની તૈયારીઓ વિશે એક વીડિયો દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ચંદ્રયાન-3 ની એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં LVM3 સાથે એકીકૃત છે.

તમને જણાવી દઇએ કે આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે. જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે.
ISRO ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્રનો અભ્યાસ કરવા માંગે છે. ભારતે 2008માં પ્રથમ વખત ચંદ્રયાન-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ પછી 2019માં ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ, તેનું લેન્ડર ઉતરી શક્યું ન હતું.
એક રીતે, ચંદ્રયાન-3 એ બીજા મિશનનું ફોલોઅપ છે. દેશને આ મિશનથી ઘણી આશાઓ છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
Announcing the launch of Chandrayaan-3:
— ISRO (@isro) July 6, 2023
🚀LVM3-M4/Chandrayaan-3 🛰️Mission:
The launch is now scheduled for
📆July 14, 2023, at 2:35 pm IST
from SDSC, Sriharikota
Stay tuned for the updates!
3 ભાગમાં તૈયાર કરાયુ છે ચંદ્રયાન 3
પ્રોપલ્શન મોડ્યુલ: અવકાશ મિશન પર જતા વાહનના પહેલા ભાગને પ્રોપલ્શન મોડ્યુલ કહેવામાં આવે છે. તે કોઈપણ અવકાશ જહાજને ઉડવાની શક્તિ આપે છે.
લેન્ડર મોડ્યુલ: આ ચંદ્રયાન-3નો બીજો અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવશે. તે રોવરને યોગ્ય રીતે ચંદ્રની સપાટી પર લાવવા માટે જવાબદાર છે.
રોવરઃ આ ચંદ્રયાનનો ત્રીજો ભાગ છે, રોવર, જે લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી માહિતી એકત્રિત કરશે અને હલનચલન કર્યા પછી તેને પૃથ્વી પર મોકલશે.












Click it and Unblock the Notifications
