For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે હિન્દુ ધર્મનો વિશ્વકોષ તૈયાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓગસ્ટ : હવે હિન્દુઓ માટે આનંદના સમાચાર એ છે કે હિન્દુ ધર્મનો વિશ્વકોષ તૈયાર થઇ ગયો છે. તેને ભારતીય સંસકૃતિ શોધ પ્રતિષ્ઠાન, ઋષિકેશ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ શોધ સંસ્થાઓની મદદથી તૈયાર કર્યો છે.

હરિદ્વાર મહાકુંભ દરમિયાન એક અત્યંત વિશિષ્ટ અને ભવ્ય સમારોહમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ સમારોહમાં તિબેટના ધર્મગુરુ દલાઇ લામાથી લઇને યોગગુરુ બાબા રામદેવ, વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ, ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, નઝમા હેપ્તુલ્લા અને હિન્દુ ધર્મના સેંકડો ધર્માચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

encyclopedia-of-hinduism

હિન્દુ ધર્મના વિશ્વકોશમાં કુલ 11 ખંડ છે. તેમાં હિન્દુ આદ્યાત્મિક મતો, પરંપરાઓ, દર્શન વગેરેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં 7000થી વધારે લેખો સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ભારતીય ઇતિહાસ, ભારતીય સભ્યતા, ધર્મ અને ચિત્રોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

આ ગ્રંથ વાચકો માટે હિન્દુ પરંપરાઓ અને સંસકૃતિને જીવંત બનાવી દેશે. વિશ્વકોષના પ્રબંધ નિર્દેષક સાધ્વી ભગવતી સરસ્વતીએ જણાવ્યું કે હિન્દુ ધર્મ માટે વિસ્તારથી માહિતી મેળવવા ઇચ્છનારાઓ માટે આ ગ્રંથ અત્યંત લાભદાયી સાબિત થશે.

આ સમારંભમાં હિન્દુ ધર્મ ઉપરાંત ઇસાઇ, સિખ, જૈન અને બૌદ્ધ ધર્મના ગુરુઓ અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતોની વચ્ચે ફિલ્મસ્ટાર વિવેક ઓબેરોયની ઉપસ્થિતિ પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

English summary
Now Encyclopedia of Hinduism is ready
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X