For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે એન્જિનીયરિંગ અને મેડિકલને અભ્યાસ હિન્દીમાં કરી શકાશે

|
Google Oneindia Gujarati News

જાલંધર, 19 ઓગસ્ટ : રુડકી સહિત દેશની ચાર અગ્રણી આઇઆઇટીમાં પહેલીવાર હિન્દીમાં ટેકનિકલ શિક્ષણ નો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પાઠ્યક્રમ એનઆઇટી, એન્જિનીયરિંગ કોલેજ અને પોલિટેકનિકના સ્તરે અમલી બનાવવામાં આવશે. આ કારણે અંગ્રેજીમાં નબળા હોય તેવા એન્જિનીયરિંગ અને મેડિકલના વિદ્યાર્થીઓને મદદ મળશે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતીના પૂર્વ સભ્ય ડૉ રામપ્રકાશ શર્માએ જણાવ્યું કે અંગ્રેજી ભાષામાં નબળા હોવાને કારણે દેશના મોટાભાગના વિદ્યાર્થીઓ હીન ભાવનાથી પીડાય છે. તેમણે એ બાબતે પણ અફસોસ વ્યક્ત કર્યો કે તે અંગ્રેજી જાણતા તો વધારા સારા ડોક્ટર બની જાય છે.

medical-studies

શર્માએ રવિવારે એમ પણ જણાવ્યું કે મેડિકલના અભ્યાસ માટે દેશની અગ્રણી શિક્ષણ સંસ્થાઓને હિન્દીમાં અભ્યાક્રમ તૈયાર કરવાની સૂચવના આપી દેવામાં આવી છે. માંત્રાલયના નિર્દેશ અનુસાર દેશની તમામ યુનિવર્સિટીઓમાં આવા પાઠ્યક્રમો શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ડૉ રામપ્રકાશ શર્માએ જણાવ્યું કે માતૃભાષા જેટલી મજબૂત હોય તની અસર દેશ પર પડશે.દેશ વધારે સશક્ત બનશે. હિન્હીમાં પાઠ્યક્રમ તૈયાર કર્યા બાદ એન્જિનીયરિંગ અને મેડિકલનો અભ્યાસ એન્જિનીયરિંગ અને મેડિકલના વિકાસ માટે વધારે સુલભ બનશે.

English summary
Now Engineering and Medical studies in Hindi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X