હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં આટલા રૂપિયાનો વધારો કર્યો!
મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. શનિવારે મધર ડેરી તરફથી કહેવામાં આવ્યું કે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરાઈ રહ્યો છે. દૂધના વધેલા ભાવ રવિવાર, 6 માર્ચથી લાગુ થશે.
નવી દિલ્હી, 05 માર્ચ : મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. શનિવારે મધર ડેરી તરફથી કહેવામાં આવ્યું કે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરાઈ રહ્યો છે. દૂધના વધેલા ભાવ રવિવાર, 6 માર્ચથી લાગુ થશે. આવતીકાલથી દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ગ્રાહકોએ મધર ડેરીના દૂધ માટે બે રૂપિયા વધુ ચૂકવવા પડશે. તાજેતરમાં અમૂલ અને પરાગે પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો.

મધર ડેરી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વધતી જતી પ્રાપ્ત કિંમતો ઇંધણની કિંમત અને પેકેજિંગની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને અમારે દૂધના ભાવમાં રવિવારથી દિલ્હી-NCRમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થશે. દિલ્હી-NCR ઉપરાંત હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ મધર ડેરીનું દૂધ મોંઘું થશે.
ભાવ વધારા બાદ રવિવારથી મધર ડેરીના ફુલ ક્રીમ દૂધની કિંમત 57 પ્રતિ લિટરથી વધીને 59 પ્રતિ લિટર થઈ જશે. ટોન્ડ દૂધની કિંમત વધીને રૂ. 49 થશે, જ્યારે ડબલ ટોન્ડ દૂધની કિંમત હવે રૂ. 43 પ્રતિ લિટર થશે. ગાયના દૂધની કિંમત 49 રૂપિયાથી વધારીને 51 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.
મધર ડેરીએ અગાઉ જુલાઈ 2021માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. લગભગ સાત મહિના બાદ હવે ફરી કંપનીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરી દ્વારા ભાવ વધારાની આ જાહેરાત અમૂલ અને પરાગ મિલ્ક ફૂડ દ્વારા ભાવ વધારાની જાહેરાત કર્યા બાદ કરવામાં આવી છે. અમૂલ અને પરાગ મિલ્ક ફૂડ્સે પણ તાજેતરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો છે.












Click it and Unblock the Notifications
