For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે નરેન્દ્ર મોદીના ટ્વીટ્સ ઉર્દૂ સહિતની ભારતીય ભાષાઓમાં વાંચી શકાશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપના)ના ચૂંટણી પ્રચાર સમિતીના પ્રમુખ નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા ખાસ કરીને ટ્વિટર પર લોકપ્રિયતા જગજાહેર છે. આ બાબતનો ફાયદો ઉઠાવવા માટે હવે નરેન્દ્ર મોદીએ દેશની લગભગ તમામ પ્રાદેશિક ભાષામાં પોતાના ટ્વિટર એકાઉન્ટ ખોલ્યા છે. આ ભાષાઓમાં ઉર્દૂનો પણ સમાવેશ થાય છે.

તમામ પ્રાદેશિક ભાષાઓમાં ટ્વિટર એકાઉન્ટ

તમામ પ્રાદેશિક ભાષાઓમાં ટ્વિટર એકાઉન્ટ

ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપના)ના ચૂંટણી પ્રચાર સમિતીના પ્રમુખ નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા ખાસ કરીને ટ્વિટર પર લોકપ્રિયતા જગજાહેર છે. આ બાબતનો ફાયદો ઉઠાવવા માટે હવે નરેન્દ્ર મોદીએ દેશની લગભગ તમામ પ્રાદેશિક ભાષામાં પોતાના ટ્વિટર એકાઉન્ટ ખોલ્યા છે. આ ભાષાઓમાં ઉર્દૂનો પણ સમાવેશ થાય છે.

કઇ ભાષાઓનો સમાવેશ?

કઇ ભાષાઓનો સમાવેશ?

નરેન્દ્ર મોદીના ટ્વીટ્સ હવે અંગ્રેજી ઉપરાંત હિન્દી, ઉર્દૂ, કન્નડ, મરાઠી, મલયાલમ, ઉડિયા, તમિલ, બંગાળી, ગુજરાતી, હૈદરાબાદી ઉર્દૂ, અસમિયા, તેલુગુ, પંજાબી અને સંસ્કૃત ભાષામાં વાંચી શકાશે. આ તમામ ભાષાઓમાં નરેન્દ્ર મોદીએ પોતાનું ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું છે.

ફોલોઅર્સની વધતી સંખ્યા

ફોલોઅર્સની વધતી સંખ્યા

નરેન્દ્ર મોદીએ ઉર્દૂમાં ટ્વિટ શરૂ કરી દીધા છે. તેમના ઉર્દૂ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 177 ફોલોઅર પણ બની ગયા છે. જ્યારે મરાઠી એકાઉન્ટમાં 444 ફોલોઅર છે.

નવી સ્ટ્રેટેજી

નવી સ્ટ્રેટેજી

ઉત્તર પ્રદેશમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પોતાની પહોંચ વધારવા માંગે છે.

પ્રાદેશિક લોકો સુધી પહોંચવાનો હેતુ

પ્રાદેશિક લોકો સુધી પહોંચવાનો હેતુ

પીટીઆઇ સાથેની વાતચીતમાં ભાજપના કોમ્યુનિકેશન સેલના એક સભ્યએ જણાવ્યું કે "અમે પ્રાદેશિક ભાષાઓની મદદથી જે તે પ્રદેશના સ્થાનિક લોકો સુધી પહોંચવા માંગીએ છીએ. આથી હવે નરેન્દ્ર મોદીના ટ્વીટ્સ દેશની તમામ પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ બનશે. આ બધા જ ટ્વીટ એક સાથે વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાશે."

સોશિયલ મીડિયાનો લાભ

સોશિયલ મીડિયાનો લાભ

પોતાના દરેક જાહેર કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા અને તેના પ્રભાવનો ઉલ્લેખ કરતા હોય છે. તેની મદદથી તેમને લોકોના વિચારો જાણવા મળે છે તે અંગે પણ તેઓ લોકોને જણાવતા હોય છે.

લોકપ્રિયતા વધી

લોકપ્રિયતા વધી

આ કારણે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા વધી છે. અંગ્રેજી ટ્વિટર એકાઉન્ટમાં તેમના ફોલોઅર્સની સંખ્યા 20 લાખથી વધારે છે. હિન્દી ઉપરાંત તેમની વેબસાઇટ સંસ્કૃત ભાષામાં પણ છે.

નરેન્દ્ર મોદીના ટ્વીટ્સ હવે અંગ્રેજી ઉપરાંત હિન્દી, ઉર્દૂ, કન્નડ, મરાઠી, મલયાલમ, ઉડિયા, તમિલ, બંગાળી, ગુજરાતી, હૈદરાબાદી ઉર્દૂ, અસમિયા, તેલુગુ, પંજાબી અને સંસ્કૃત ભાષામાં વાંચી શકાશે. આ તમામ ભાષાઓમાં નરેન્દ્ર મોદીએ પોતાનું ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું છે.

નરેન્દ્ર મોદીએ ઉર્દૂમાં ટ્વિટ શરૂ કરી દીધા છે. તેમના ઉર્દૂ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 177 ફોલોઅર પણ બની ગયા છે. જ્યારે મરાઠી એકાઉન્ટમાં 444 ફોલોઅર છે. આ બાબતને જોતા એમ લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પોતાની પહોંચ વધારવા માંગે છે.

પીટીઆઇ સાથેની વાતચીતમાં ભાજપના કોમ્યુનિકેશન સેલના એક સભ્યએ જણાવ્યું કે "અમે પ્રાદેશિક ભાષાઓની મદદથી જે તે પ્રદેશના સ્થાનિક લોકો સુધી પહોંચવા માંગીએ છીએ. ઉત્તર પ્રદેશમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આથી હવે નરેન્દ્ર મોદીના ટ્વીટ્સ દેશની તમામ પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ બનશે. આ બધા જ ટ્વીટ એક સાથે વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાશે."

પોતાના દરેક જાહેર કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા અને તેના પ્રભાવનો ઉલ્લેખ કરતા હોય છે. તેની મદદથી તેમને લોકોના વિચારો જાણવા મળે છે તે અંગે પણ તેઓ લોકોને જણાવતા હોય છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા વધી છે. અંગ્રેજી ટ્વિટર એકાઉન્ટમાં તેમના ફોલોઅર્સની સંખ્યા 20 લાખથી વધારે છે. હિન્દી ઉપરાંત તેમની વેબસાઇટ સંસ્કૃત ભાષામાં પણ છે.

English summary
Now Narendra Modi tweets also in Urdu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X