For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે આવી રીતે ફક્ત 260 રૂપિયામાં RT-PCR ટેસ્ટથી ઓમિક્રોનની તપાસ થશે!

ઓમિક્રોન દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તે કોરોનાના અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી છે. જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ દ્વારા તેની ઓળખ કરવામાં આવી રહી છે, પરંતુ જીનોમ સિક્વન્સિંગની બાબતમાં ભારત હજુ પણ ઘણું પાછળ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઓમિક્રોન દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તે કોરોનાના અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી છે. જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ દ્વારા તેની ઓળખ કરવામાં આવી રહી છે, પરંતુ જીનોમ સિક્વન્સિંગની બાબતમાં ભારત હજુ પણ ઘણું પાછળ છે. આજે અમે તમને જણાવીશું કે RT-PCR ટેસ્ટ દ્વારા પણ ઓમિક્રોનને શોધી શકાય છે. તે જીનોમ સિક્વન્સિંગ કરતાં પણ ઓછુ ખર્ચાળ છે. જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટનો ખર્ચ 5000 રૂપિયા સુધીનો છે, જ્યારે RT-PCR ટેસ્ટનો ખર્ચ માત્ર 260 રૂપિયા છે.

જીનોમ સિક્વન્સિંગ શું છે?

જીનોમ સિક્વન્સિંગ શું છે?

જિનોમ સિક્વન્સિંગ એ કોઈપણ મનુષ્યનો સંપૂર્ણ આનુવંશિક બાયોડેટા છે. જો આપણે વ્યક્તિની આનુવંશિક વિવિધતાને સમજવી હોય તો આપણે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવો પડે. આ પછી આપણે કોઈ નવી બીમારી કે નવા પ્રકાર વિશે જાણી શકીશું.

જીનોમ સિક્વન્સિંગથી ઓમિક્રોનની તપાસ થાય છે

જીનોમ સિક્વન્સિંગથી ઓમિક્રોનની તપાસ થાય છે

જીનોમ સિક્વન્સિંગ દ્વારા કોઈપણ વેરિઅન્ટને સરળતાથી શોધી શકાય છે, પરંતુ આ પરીક્ષણો દેશના બહુ ઓછા રાજ્યોમાં કરવામાં આવી રહ્યા છે. તેથી દરેક વ્યક્તિનું જિનોમ સિક્વન્સિંગ કરવું શક્ય નથી. આ સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને બે વાર RT-PCR ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે અને એ જોવાની સલાહ આપી છે કે અને નમૂનામાંથી S-Gene ગાયબ છે કે નહીં એ જોવા કહ્યું છે, કારણ કે S-Gene ઓમિક્રોનમાંથી ગાયબ છે, જ્યારે ડેલ્ટામં S-Gene માં હાજર હોય છે.

S-Gene ગાયબ થવાનો અર્થ ઓમિક્રોન?

S-Gene ગાયબ થવાનો અર્થ ઓમિક્રોન?

ઓમિક્રોનની ઓળખ વાયરસમાં હાજર એસ-જીન દ્વારા જ થઈ રહી છે. ઘણા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઓમિક્રોનમાં S-Gene નથી. જો કોઈ વ્યક્તિના નમૂનામાં S-Gene ખૂટે છે તો તે ઓમિક્રોન સંક્રમિત છે. જો S-Gene હાજર હોય અને રિપોર્ટ કોરોના પોઝિટિવ હોય તો વ્યક્તિ ઓમિક્રોન સિવાયના કોરોનાના અન્ય પ્રકારથી સંક્રમિત છે.

WHO એ S-Gene પર શું કહ્યું?

WHO એ S-Gene પર શું કહ્યું?

WHO અનુસાર, ઓમિક્રોનમાંથી S-Gene ગાયબ થવાનું કારણ તેમાં બહુવિધ મ્યુટેશનની હાજરી છે, જે અત્યાર સુધી કોઈપણ પ્રકારમાં જોવા નથી મળી. ગુમ થયેલ S-Gene એ ઓમિક્રોનની હાજરીનો સંકેત છે.

ક્યા રાજ્યમાં RT-PCR કીટથી ઓમિક્રોન તપાસ કરાઈ રહી છે?

ક્યા રાજ્યમાં RT-PCR કીટથી ઓમિક્રોન તપાસ કરાઈ રહી છે?

મહારાષ્ટ્રમાં RT-PCR કીટથી કોવિડ સેમ્પલની બે વખત તપાસ કરવામાં આવી રહી છે. ટેસ્ટ કીટમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી એસ-જીનની હાજરી શોધી શકાય.

English summary
Now Omicron will be tested with RT-PCR test for only Rs 260!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X