મોદી પર સોનિયાનો પ્રહાર, 'નીચ વિચાર સૌથી મોટો ગુનો'

નવી દિલ્હી, 8 મે: પ્રિયંકા ગાંધીના નિવેદનતી શરૂ થયેલી 'નીચ રાજનીતિ' પર વિવાદ રોકાવાનું નામ જ નથી લેતો. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં આજે એક રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપના વડાપ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યો. નીચ રાજનીતિની વાતને એક વાર ફરી ઉઠાવતા સોનિયાએ જણાવ્યું કે દેશને આવી વાતો શોભા નથી આપતી. મોદીને મર્યાદાનો પાઠ ભણાવતા સોનિયાએ જણાવ્યું કે મોદીને અટલ બિહારી વાજપેઇ પાસેથી શીખ મેળવવી જોઇએ.

સોનિયાએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમની નીચ રાજનૈતિક વિચાર અને વાતો તેમને અને દેશને શોભતી નથી. અટલ બિહારી વાજપેઇના વખાણ કરતા સોનિયાએ જણાવ્યું કે અટલજી પણ વડાપ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ તેમણે પોતાના પદની મર્યાદાનો હંમેશા ખ્યાલ રાખ્યો હતો, પરંતુ જે રીતે મોદીએ રોચાના સ્વાર્થ માટે રાજીવજીની શહાદતના 23 વર્ષ બાદ તેમની પર પ્રહાર કર્યો છે તે યોગ્ય નથી.

સોનિયાએ મોદીના ગુજરાત મોડેલ પર પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ જે ગુજરાતના વખાણના પૂલ બાંધી રહ્યા છે તેની વાસ્તવિકતા કંઇક જુદી જ છે. મા-બેટા કુપોષણથી પીડાઇ રહ્યા ચે અને સૌથી મોટી વાત એ છે કે અહીંની સરકાર 11 રૂપિયા કમાનારને ગરીબ માનતી નથી. ગુજરાતમાં 40 લાખથી વધારે પરિવાર ગરીબી રેખાની નીચે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી વાઢેરાએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી નીચ રાજનીતિ કરી રહ્યા છે. ત્યારબાદ મોદીએ તેને જાતિ સાથે સરખાવીને વિવાદ છેડી દીધું હતું.

આવો જોઇએ અત્યાર સુધી આ મુદ્દે કોણ શું કહી ચૂક્યું છે....

સોનિયાનો વિવાદમાં કૂદકો

સોનિયાનો વિવાદમાં કૂદકો

નીચ રાજનીતિની વાતને એક વાર ફરી ઉઠાવતા સોનિયાએ જણાવ્યું કે દેશને આવી વાતો શોભા નથી આપતી. મોદીને મર્યાદાનો પાઠ ભણાવતા સોનિયાએ જણાવ્યું કે મોદીને અટલ બિહારી વાજપેઇ પાસેથી શીખ મેળવવી જોઇએ.

શું કહ્યું હતું પ્રિયંકા ગાંધીએ

શું કહ્યું હતું પ્રિયંકા ગાંધીએ

નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવતા પ્રિયંકાએ તેનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તેમના શહિદ પિતાના અપમાનનો જવાબ ચૂંટણીમાં મળશે. નરેન્દ્ર મોદી નીચ રાજકારણ કરે છે. જેનો જવાબ કોંગ્રેસના કાર્યકર્તા આપશે. પ્રિયંકાએ કહ્યું હતું કે, અમેઠીની જનતા મોદીની આ હરકતને ક્યારેય માફ નહીં કરે. તેમના નીચ રાજકારણનો જવાબ મારા બુથ કાર્યકર્તા આપશે. અમેઠીના એક-એક બૂથ પરથી જવાબ આવશે.

પ્રિયંકાને મોદીનો જવાબ

પ્રિયંકાને મોદીનો જવાબ

મોદીએ જવાબ આપતા ટ્વીટર પર કહ્યું છેકે સામાજીક રીતે હું નીચલા વર્ગમાંથી આવ્યો છું તેથી મારું રાજકારણ એ લોકો માટે ‘નીચ રાજકારણ' જ હશે. બની શકે છેકે કેટલાક લોકોની દ્રષ્ટી એ બાબતો પર નથી પડતી કે નીચલી જાતિઓનો ત્યાગ, બલિદાન અને પુરુષાર્થની દેશને આ ઉંચાઇ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા છે.

મારી રાજનીતિ નિમ્ન સ્તરની નથી

મારી રાજનીતિ નિમ્ન સ્તરની નથી

મોદીએ જણાવ્યું હતું કે સત્યને પચાવી નહીં શકવાના કારણે મારી જાતિને ગાળ દેવા પર ઉતરી આવ્યા છે. હું એ વાતનો ઇનકાર નથી કરી શકતો કે હું નીચલી જાતિનો છું, પરંતુ શું મારો જન્મ નીચલી જાતિમાં થવાથી મેં કોઇ ગુનો કર્યો છે? શું આજ સુધી મેં કોઇનું અહિત કર્યું છે? હું નીચી જાતિમાં પેદા થયો તે સત્ય છે પરંતુ મારી રાજનીતિ નિમ્ન સ્તરની નથી.

હવે રાહુલ ગાંધીના પ્રહાર

હવે રાહુલ ગાંધીના પ્રહાર

રાહુલ ગાંધીએ આજે અમેઠીમાં જણાવ્યું હતું કે હું એક મજબૂત લોકતંત્ર બનાવવા માંગુ છું એટલા માટે લોકોને અહીં વધારેમાં વધારે વોટિંગ કરવાની અપિલ કરું છું. રાહુલ ગાંધીને નીચ રાજનીતિ અંગે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે નીચ કર્મો હોય છે જાતિ નહીં, નીચી ગુસ્સાની રાજનીતિ હોય છે, જાતિ ક્યારેય નીચી નથી હોતી.

અરૂણ જેટલી

અરૂણ જેટલી

ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીએ આ મુદ્દે જણાવ્યું હતું કે રાજકારણમાં આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવો નિંદનીય બાબત છે, જેણે પણ આ પ્રકારના શબ્દનો પ્રયોગ કર્યો હોય તેણે આખા દેશના લોકોની માફી માગવી જોઇએ.

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવ

આ વિવાદમાં લાલુ પ્રસાદ યાદવે પણ કૂદકો મારતા જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી નીચી જાતિના હોવાનો દાવો કરતા હોય તો શું એનો અર્થ એ છે કે તેઓ ગમે તે કરે, ગુજરાતમાં રમખાણો કરાવે. દેશનો વડાપ્રધાન આવો હોવો જોઇએ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X