For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેસ તો મારા માટે બીજા ઘર જેવું : સુનિતા વિલિયમ્સ

|
Google Oneindia Gujarati News

sunita-williams
નવી દિલ્હી, 1 એપ્રિલ : આજે ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ દિલ્હી પહોંચ્યા છે. અહીં નેશનલ સાઈન્સ સેન્ટરમાં બાળકોની સાથે સુનિતાએ અવકાશમાં વીતાવેલી પોતાની કેટલીક યાદગાર પળોને તાજી કરી હતી. સુનિતાએ કહ્યું કે તેનું લક્ષ્ય હવે મંગળ પર જવાનું છે.

વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલા હોલમાં સુનિતાએ કહ્યું કે, તે જ્યારે પહેલીવાર અંતરિક્ષમાં ગઈ હતી ત્યારે તે ઘણી નર્વસ હતી. તેણે પોતાની સફળતા પાછળ પોતાનાં પતિ અને પરિવારનો હાથ હોવાનું જણાવ્યું. 47 વર્ષીય સુનિતાએ એમ પણ કહ્યું કે, અવકાશ ખરેખર અદ્દભુત જગ્યા છે. મને તો હવે એ ઘર જેવું લાગે છે. મને અવકાશમાં નવા મિશન માટે સ્પેસક્રાફ્ટમાં જવું ફરી ગમશે અને અવકાશ સંશોધન માટે કરાતા પ્રયોગોમાં મારા જ્ઞાન અને અનુભવની વહેંચણી કરવાનું મને ગમશે.

દિલ્હી બાદ સુનિતા મુંબઈની મુલાકાત લેશે. મુંબઇમાં તેઓ વર્કિંગ વૂમેન હૉસ્ટલને જોવા જશે અને મહિલાઓ સાથે ચર્ચા કરશે. આ હોસ્ટલને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ સિવાય વર્લી સ્થિત નહેરૂ સાયન્સ સેન્ટર પણ જશે અને બાળકોને મળશે. ત્યારબાદ સુનિતા ગુજરાત જવા રવાના થશે.

ગુજરાતમાં સુનિતા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ શાખાઓનાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ પહેલા સુનિતા વિલિયમ્સ 2007માં ભારત આવ્યા હતા. તેઓ 6 એપ્રિલના રોજ સવારે 8.30 કલાકે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા પોલીઓ ફાઉન્‍ડેશનની મુલાકાત પણ લેવાના છે. જ્‍યાં તેઓ સંસ્‍થા ના વિકલાંગ બાળકો, સેરબ્રલ પાલ્‍સીગ્રસ્‍ત બાળકો તથા મંદબુધ્‍ધિગ્રસ્‍ત બાળકો મળશે અને સંસ્‍થાની વિવિધ સેવાકિય પ્રવૃતિઓની જાણકારી મેળવશે.

આ કાર્યક્રમમાં સંસ્‍થાના ટ્રસ્‍ટીગણ તથા સ્‍વૈચ્‍છિક સેવા આપી રહેલ ડોક્‍ટર્સ અને સમાજ સેવકો પણ ઉપસ્‍થિત રહેશે. સુનિતા વિલીયમ્‍સની મુલાકાત સંસ્‍થા માટે ગર્વ સમાન છે અને સંસ્‍થાના સેવાની સુવાસના ઉદ્દેશને વધુ વેગવંતુ બનાવવામાં મદદ રૂપ રહેશે.

English summary
Now space is like my home : Sunita Williams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X