For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે આ સરકારી બેંકોનું વેચવા કાઢશે સરકાર, શેર-માર્કેટમાં મચ્યો ખળભળાટ

ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ બાદ IDBI બેંકના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. બેંકના શેર સોમવારના રોજ ઇન્ટ્રા ડે ટ્રેડમાં લગભગ 11 ટકા સુધી ઉછળીને 47 રૂપિયા પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ બાદ IDBI બેંકના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. બેંકના શેર સોમવારના રોજ ઇન્ટ્રા ડે ટ્રેડમાં લગભગ 11 ટકા સુધી ઉછળીને 47 રૂપિયા પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે જણાવ્યું હતું કે, IDBI બેંકના સ્ટ્રેટેજિક રોકાણકારો માટે બિડ મંગાવી હતી, જે બાદ શેરમાં આ તેજી જોવા મળી હતી.

ખાનગીકરણ સામે સરકારી કર્મચારી સતત હળતાલ કરી રહ્યા છે, તેમ છતા સરકારે પોતાનો પક્ષ ક્લિયર કર્યો છે. સરકાર IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા આ મહિને શરૂ કરવામાં આવશે. સંબંધિત વિભાગના એક અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર બેંકના ખાનગીકરણ માટે પ્રારંભિક બિડ મંગાવી હતી. કેન્દ્ર સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ મળીને IDBI 60.72 ટકા ભાગ વેચવાનું નક્કી કર્યું છે.

સરકારની હિસ્સેદારી કેટલી છે?

સરકારની હિસ્સેદારી કેટલી છે?

હવે વાત કરીએ સરકારના હિસ્સાની તો IDBI બેંકમાં સરકારનો હિસ્સો 45.48 ટકા છે, જ્યારે LICનો હિસ્સો 49.24 ટકા છે.

નોંધનીય છે કે, સરકાર અને LIC IDBI બેંકનો કેટલોક હિસ્સો વેચશે અને જે બાદ મેનેજમેન્ટ કંટ્રોલ પણ ખરીદનારને સોંપવામાં આવશે.

RBI 40 ટકાથી વધુ હિસ્સાની ખરીદીને મંજૂરી આપી શકે છે. મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર 30.48 ટકા હિસ્સો વેચશે અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) IDBI બેન્કમાં 30.24 ટકા હિસ્સો વેચશે.

DIPAMના સેક્રેટરીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ભારત સરકારના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને IDBI બેંકમાં LICનો હિસ્સો સાથે મેનેજમેન્ટ કંટ્રોલ પણ ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે બિડ મંગાવવામાં આવશે.

EOI સબમિટ કરવાની છેલ્લી તારીખ

EOI સબમિટ કરવાની છેલ્લી તારીખ

નોંધનીય છે કે, IDBI બેંક માટે EOI સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર છે અને તમામ EOI 180 દિવસ માટે માન્ય રહેશે.

જોકે, એવો અંદાજ છે કે તેને વધુ 180 દિવસ માટે લંબાવી શકાય છે. સક્સેસ બિડરે IDBI બેંકના જાહેર શેરધારકોને ઓપન ઓફર કરવી પડશે.

સરકારની યાદી છે લાંબી

સરકારની યાદી છે લાંબી

સરકારે ઘણી કંપનીઓની યાદી બનાવી છે, જેનું ખાનગીકરણ કરવામાં આવશે. અડધા ડઝનથી વધુ જાહેર કંપનીઓની યાદી બાકી છે.

તેમાં શિપિંગ કોર્પ, કોનકોર, વિઝાગ સ્ટીલ, IDBI બેન્ક, NMDCનો નાગરનાર સ્ટીલ પ્લાન્ટ અને HLL લાઇફકેરનો સમાવેશ થાય છે.

આ સાથે સાથે સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2022-2023માં કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો (CPSEs) ના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી અત્યાર સુધીમાં રૂપિયા 24,000 કરોડથી વધુ એકત્ર કર્યા છે.

English summary
Now the government will buy these government banks, the commotion in the stock market
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X