તિહાડના કેદીઓ હવે TJ FM રેડિયોથી મેળવશે મનોરંજન!

આ સાથે કેદીઓ દ્વારા ચાદર બનાવવાનું એક યુનિટ પણટૂંક સમયમાં શરૂ થશે. આ માટે કેદીઓને મશીન અને કાચો માલ અધિકારીઓ ઉપલબ્ધ કરાવશે. આ એકમ દર મહિને 10000 જેટલી ચાદરો બનાવશે. આ ઉપરાંત કેદીઓને રેડિયો જોકી તરીકેનું શિક્ષણ પણ આપવામાં આવશે. નાઇજીરિયાના દસ તેમજ અન્ય વિદેશી કેદીઓ ખાદી બનાવવાની પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.
જેલ નંબર 4માં મંગળવારે આ બંને એકમનું ઉદ્ઘાટન જેલના મહાનિર્દેશક વિમલા મહેરાએ કર્યું. જેલ નંબર 4માં હાલ 2500 કેદીઓ છે. તિહાડની બધી જ જેલોમાં મળીને અંદાજે 12000 કેદીઓ છે.












Click it and Unblock the Notifications
