For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IRCTCની નવી એપ લોંચ, હવે સ્માર્ટફોનથી કરો રિઝર્વેશન

|
Google Oneindia Gujarati News

irctc
નવી દિલ્હી, 13 ઓક્ટોબર: આઇઆરસીટીસીએ ગૂગલ પ્લેમાં પોતાની અધિકૃત એંડ્રોઇડ એપ પોસ્ટ કરી છે. આ એપનું નામ IRCTC Connect રાખવામાં આવ્યું છે. આ એપ બિલકૂલ ફ્રી છે અને તેમાં ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

આનાથી સ્માર્ટફોન ધારકો ક્યારેય પણ ટ્રેનમાં ટિકિટની સ્થિતિની જાણકારી મેળવી શકશે અને તેનું બુકિંગ પણ કરી શકશે. તેઓ ઇચ્છિત ટ્રેનમાં રિઝર્વેશનની જાણકારી મેળવી શકે છે અને પોતાનું રિઝર્વેશન કેંસલ પણ કરાવી શકે છે. એટલું જ નહીં યૂઝરને યાત્રા અંગેના એલર્ટ પણ મળતા રહેશે.

IRCTC અનુસાર આ એપ્પ તેમના વેબસાઇટના લોગઇનનો ઉપયોગ કરીને યૂઝરને નવું એકાઉંટ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત IRCTC Connect યાત્રી દ્વારા હાલમાં જ કરાવવામાં આવેલ રિઝર્વેશનની માહિતી રાખી લે છે જેઠી તેને વારંવાર પોતાની ડિટેલ આપવી ના પડે.

આ એપ દરરોજ સવારે આઠ વાગ્યાથી દિવસના 12 વાગ્યા સુધી કામ નહીં કરે. આ દરમિયાન યૂઝરને IRCTCની વેબસાઇટ અથવા સ્ટેશનથી જ રિઝર્વેશન કરાવવું પડશે.

આ એપનો ઉપયોગ કરવામાં સરળ છે અને તેમાં તમામ જાણકારી પણ મળી જાય છે. આ એપને ડાઉનલોડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો...

English summary
Now you can use IRCTC Connect app for railway reservation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X