NRC Draft: શું થશે એ 40 લાખ લોકોનું જેમના નામ ડ્રાફ્ટમાં નથી, જાણો

ડ્રાફ્ટ આવ્યા બાદ બધાના મનમાં એ જ સવાલ છે કે એ 40 લાખ લોકોનું શું થશે જેમના નામ 30 જુલાઈના રોજ આવેલી લિસ્ટમાં નથી.

અસમમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) નો વધુ એક ડ્રાફ્ટ રિલીઝ કરી દેવામાં આવ્યો. આ નવા ડ્રાફ્ટમાં રાજ્યના 40 લાખ લોકોના નામ નથી. અસમની વસ્તી ત્રણ કરોડ 29 લાખ છે અને આ ડ્રાફ્ટ મુજબ બે કરોડ 89 લાખ લોકો ભારતીય નાગરિક છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની માનીએ તો જે લોકોના નામ આ ફાઈનલ ડ્રાફ્ટથી બહાર છે તેમણે ગભરાવાની જરૂર નથી કારણકે 28 ઓગસ્ટ સુધી તેમની પાસે પોતાની ફરિયાદો નોંધાવવાની તક છે. આ સાથે તેમણે કહ્યુ કે આ ડ્રાફ્ટ તૈયાર કરવા પાછળ કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા નથી અને આ આખી પ્રક્રિયાને સુપ્રિમ કોર્ટની દેખરેખમાં પૂરી કરવામાં આવી છે. ડ્રાફ્ટ આવ્યા બાદ બધાના મનમાં એ જ સવાલ છે કે એ 40 લાખ લોકોનું શું થશે જેમના નામ 30 જુલાઈના રોજ આવેલી લિસ્ટમાં નથી.

લિસ્ટ અપડેટ કરવાની માંગ

લિસ્ટ અપડેટ કરવાની માંગ

અસમમાં આવેલો એનઆરસી ડ્રાફ્ટ રાજ્યમાં રહેતા નાગરિકોને મળેલા કાયદાકીય દરજ્જા અંગે છે. પહેલા એનઆરસી ડ્રાફ્ટ 1951 માં તૈયાર થયો હતો અને તે સમયે જ વસ્તી ગણતરીનું કામ પૂરુ થયુ હતુ. આ ડ્રાફ્ટમાં નાગરિકોના નામ સાથે રાજ્યના દરેક ગામમાં રહેતા લોકોની સંખ્યા, તેમની સાથે રહેતા લોકોના નામ, ગામોમાં કેટલા ઘર કે કેટલી સંપત્તિ છે તેની નોંધણી કરવામાં આવી. તે વર્ષે સરકારે નિર્દેશ આપ્યા હતા કે આ રેકોર્ડ્ઝને ડેપ્યુટી કમિશ્નર અને સબ-ડિવિઝન ઓફિસર્સ પાસે સંગ્રહિત કરવામાં આવે. ત્યારબાદ 1960 માં એનઆરસી ડેટાને પોલિસને સોંપવામાં આવ્યો અને પછી 1980 થી અસમમાં આ લિસ્ટને અપડેટ કરવાની માંગ ઉઠવા લાગી.

શું છે સુપ્રિમ કોર્ટની ભૂમિકા

શું છે સુપ્રિમ કોર્ટની ભૂમિકા

વિવિધ પ્રકારની કાયદાકીય ગૂંચવણો બાદ સુપ્રિમ કોર્ટે 17 ડિસેમ્બર 2014 ના રોજ ચૂકાદો આપ્યો કે એક નક્કી સમયની અંદર એનઆરસીને પબ્લિશ કરવામાં આવે અને તેને અપડેટ કરવામાં આવે. હવે આ પ્રક્રિયા પૂરી થવામાં છે. સુપ્રિમ કોર્ટે સોમવારે આવનારી બીજી લિસ્ટ જારી કરવાની તારીખ પહેલા 30 જૂન નક્કી કરી હતી પરંતુ તેને આગળ વધારવામાં આવી કારણકે તે સમયે રાજ્ય પૂરની પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો હતો. માટે આ ડ્રાફ્ટને પૂરો કરવો સંભવ નહોતો.

શું થશે 40 લાખ લોકોનું

શું થશે 40 લાખ લોકોનું

એનઆરસીનો પહેલો ડ્રાફ્ટ આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. તે સમયે માત્ર 1.9 કરોડ લોકોને જ કાનૂની નાગરિકનો દરજ્જો મળી શક્યો હતો. હવે નવા ડ્રાફ્ટમાં 40 લાખ લોકો એવા છે જેમના નામ નથી. માટે એ વાતનું જોખમ વધી ગયુ છે કે જેમના નામ આ લિસ્ટમાં નથી તેમને ગેરકાયદે પ્રવાસીનો દરજ્જો મળી શકે છે. હજુ સુધી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે એવો કોઈ કોંક્રીટ પ્લાન છે જે અંતર્ગત એ વાતની જાણકારી મળી શકે કે સરકાર એ લોકોનું શું કરશે જેમની પાસે ભારતીય નાગરિકતા નથી. એનઆરસીના જે ડ્રાફ્ટને અપડેટ કરવામાં આવ્યો છે તે રાજ્યને ભાજપની સરકાર તરફથી પ્રસ્તાવિત સિટિઝનશીપ એમેન્ડમેન્ટ 2016 બિલ સાથે ટકરાવ છે. આ નવા બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વસેલા હિંદુઓને ભારતની નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે.

શું કહેવુ છે સરકારનું

શું કહેવુ છે સરકારનું

જેમના નામ એનઆરસના આ નવા ડ્રાપ્ટમાં નથી તેમને એક તક આપવામાં આવશે કે તે એનઆરસી ઓથોરિટીઝમાં અપીલ કરી શકે. પરંતુ જેમના નામ ફાઈનલ એનઆરસીમાં નહિ હોય તેમને ભારતના નાગરિક માનવામાં આવશે નહિ. માટે તેમને ફોરેનર્સ ટ્રિબ્યનલમાં પોતાને ભારતીય સાબિત કરવા માટે લજાઈ લડવી પડશે. ગૃહમંત્રી રાજનાથ સિંહે આવા તમામ લોકોને ભરોસો અપાવ્યો છે કે જેમના નામ ફાઈનલી એનઆરસીમાં નહિ હોય તેમની સામે કોઈ પણ કાર્યવાહી નહિ કરવામાં આવે અને તે ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકશે. વળી, રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે ડ્રાફ્ટમાં નામ ન હોવા પર કોઈને પણ વિદેશી સમજવામાં નહિ આવે.

કેવી રીતે મળે છે અસમમાં ભારતની નાગરિકતા

કેવી રીતે મળે છે અસમમાં ભારતની નાગરિકતા

અસમમાં એવા લોકો ભારતની નાગરિકતાને યોગ્ય છે જેમના નામ 1951 ના એનઆરસી ડ્રાફ્ટમાં અને સરળ 1971 ની નિર્વાચન લિસ્ટમાં છે. જો નિર્વાચન લિસ્ટમાં નામ નથી તો પછી તે 24 માર્ચ 1971 સુધીના બીજા દસ્તાવેજ જેવા કે જમીનના દસ્તાવેજ, નાગરિકતાના સર્ટિફિકેટ, સ્થાનિક નિવાસ સરનામુ અને પાસપોર્ટ જમા કરાવી શકે છે. એવા લોકો જેમનો જન્મ 1971 બાદ થયો છે તેઓ એવા દસ્તાવેદ જેવા કે જન્મનું પ્રમાણપત્ર બતાવી શકે છે જેથી કાયદાકીય રીતે નાગરિક ઘોષિત લોકો સાથે તેમનો સંબંધ સત્યાપિત થઈ શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X