For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન તરફથી આયોજિત બ્રિક્સની વર્ચ્યુઅલ બેઠકમાં અજીત ડોવાલે લીધો ભાગ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને બ્રિક્સની બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને બ્રિક્સની બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો. આ વખતે બ્રિક્સની બેઠક ચીનની યજમાનીમાં યોજાઈ હતી. ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર યેંગ જીચીએ બ્રિક્સ બેઠકની યજમાની કરી. આ વખતે તેનો મુખ્ય ધ્યેય તમામ પાંચ BRICS દેશો વચ્ચે રાજકીય અને સુરક્ષા સહયોગને મજબૂત કરવાનો હતો. તમને જણાવી દઈએ કે ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા બ્રિક્સના સભ્ય છે. બેઠકના સંદર્ભમાં જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે બહુપક્ષવાદ અને વૈશ્વિક શાસન, રાષ્ટ્રીય સુરક્ષા માટે નવા જોખમો અને પડકારો અને નવા ક્ષેત્રોમાં શાસન ચર્ચાનો મુખ્ય એજન્ડા હતો.

ajit doval

બેઠકમાં અજિત ડોભાલે આતંકવાદ સામે સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આતંકવાદ સામે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સહયોગ વધારવાની જરૂર છે. વળી, અજીત ડોવાલે બ્રિક્સ કાઉન્ટર-ટેરરિઝમ વર્કિંગ ગ્રૂપમાં ચાલી રહેલા સહયોગનુ પણ સ્વાગત કર્યુ. ચીનના NSA યાંગ જિચી દ્વારા આયોજિત NSAની વર્ચ્યુઅલ BRICS બેઠકમાં અજિત ડોવાલે કહ્યુ કે વિશ્વસનીયતા, સમાનતા અને જવાબદારી સાથેના મુદ્દાઓને ઉકેલવા માટે બહુપક્ષીય પ્રણાલીમાં સુધારાની તાતી જરૂર છે. આ દરમિયાન ડોવાલે એમ પણ કહ્યુ કે આપણે કોવિડ રોગચાળા અને ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે એકબીજા સાથે કામ કરવુ પડશે અને સહયોગ કરવો પડશે.

નોંધનીય છે કે ભારત અને ચીનની NSA વચ્ચેની બેઠક એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો વચ્ચે ગલવાન ખીણની હિંસાને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. બુધવારે નવી દિલ્હી દ્વારા બૉર્ડર સિક્યોરિટી કૉન્ફરન્સના શાંઘાઈ કોઑપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન અને મધ્ય એશિયાના દેશોનો સમાવેશ થાય છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશોની સેનાઓ વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો બાદ પણ આ વિવાદનો ઉકેલ આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે બ્રિક્સની વર્ચ્યુઅલ બેઠક બ્રિક્સ સમિટ 2022ના ઈવેન્ટના એક સપ્તાહ પહેલા થઈ હતી. બ્રિક્સ સમિટ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમજ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિઓ જોવા મળશે. BRICS સમિટ 2022 23-24 જૂનના રોજ યોજાશે. આ વર્ષની BRICS સમિટની થીમ 'વૈશ્વિક વિકાસ માટે નવા યુગમાં ઉચ્ચ ગુણવત્તાની BRICS ભાગીદારીને પ્રોત્સાહન આપવું' છે.

English summary
NSA Ajit Doval attends virtual Brics meet hosted by China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X