પાકથી આવેલી સંદિગ્ધ કોલ રીસીવ કરીને ફસાયો NSG અધિકારી

પાકિસ્તાનથી આવેલી ફોન કોલમાં તે કોઇ હૈદરાબાદ વિસ્ફોટની તપાસની માહિતી જાણવા માગતું હતું. જે અધિકારીની આ મામલે સંદિગ્ધ ભૂમિકા જોવા મળી છે તે મેજર રેન્કનો છે અને ડેપ્યુટેશનથી એનએસજીમાં આવ્યો છે. નોંધનીય છે કે હૈદરાબાદ વિસ્ફોટ બાદ એનએસજીની ટીમને વિસ્ફોટોના વિશ્લેષણ માટે ઘટના સ્થળ પર મોકલવામા આવી હતી.
ગૃહમંત્રાલય અને આઇબી આ મામલાની તપાસ કરી રહ્યાં છે. અધિકારીઓને પૂછવામાં આવ્યું કે તેમણે પાકિસ્તાનથી આવેલી અજાણી કોલને આખરે રીસીવ કેમ કરી? એનએસજી અધિકારીઓએ દાવો કર્યો છે કે તપાસના દાયરામાં આવેલા અધિકારીએ પાકિસ્તાની કોલરને કોઇપણ સંવેદનશીલ જાણકારી આપી નથી. જો કે, અત્યારસુધી પાકિસ્તાની કોલરની ઓળખ જાહેર થઇ શકી નથી.












Click it and Unblock the Notifications
