કોંગી નેતાને મોંઘો પડ્યો ન્યૂડ ડાન્સ, પાર્ટીમાંથી કરાયા બરતરફ

NSUI
મુંબઇ, 7 મેઃ પોતાના કેન્દ્રીય મંત્રીઓના કારનામાના કારણે પરેશાન કોંગ્રેસની મુશ્કેલીઓ હવે યૂથ વિંગ એનએસયુઆઇની મુંબઇ યુનિટના પ્રમુખે વધારી દીધી છે. મુંબઇ એનએસયુઆઇના પ્રમુખ સુરજ સિંહ ઠાકુર પર એક પાર્ટી દરમિયાન નેકેડ ડાન્સ કરવાનો આરોપ મુક્યો છે. સોમવારે તેમને એનએસયુઆઇમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

નોંધનીય છે કે સુરજ સિંહ ઠાકુર ડિસેમ્બર 2012માં એનએસયુઆઇના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. હજુ એ સ્પષ્ટ થયું નથી કે ઠાકુરે નિર્વસ્ત્ર થઇને ડાન્સ શા માટે કર્યો. સુરજના નેકેડ ડાન્સની ઘટના 14 એપ્રિલે મુંબઇ ઉપનગર કાન્દિવલીની છે. આ નેકેડ ડાન્સનો વીડિયો યુટ્યુબમાં ટ્રેન્ડ પણ કરી રહ્યો હતો, પરંતુ મામલો ચર્ચામાં આવ્યા બાદ તેને હટાવી લેવામાં આવ્યો છે. સુરજની સાથે એનએસયુઆઇના બે પદાધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામ પર દારુ પીને અભદ્રતા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

એનએસયુઆઇએ નિવેદન જારી કર્યું છે કે સંગઠન આ પ્રકારની અનુશાસનહીનતાને સહન નહીં કરી શકે. આ પ્રકારે કૃત્યવાળાઓ વિરોધ કઠોર પગલા ઉઠાવવામાં આવશે. નોંધનીય છે કે સુરજ સિંહ ત્યારે ઘણા ચર્ચામાં આવ્યા હતા, ત્યારે તેમણે મે 2011માં રાજીવ ગાંધીના હત્યારા એજી પેરારિવલમ દ્વારા લખવામાં આવેલા પુસ્તક વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. એ જ વર્ષે નવેમ્બરમાં તેમમે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીના વિરોધમાં પણ રેલી કાઢી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X