For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજળી ઉત્પાદન તરફ એક ડગ નજીક પહોંચ્યુ કુડનકુલમ પરમાણું સંયંત્ર

By Super
|
Google Oneindia Gujarati News

Kudankulam-plant
તિરુનેલવેલી(તમીલનાડુ), 14 જુલાઇઃ તમિલનાડુના કુડનકુલમ સ્થિત દેશનું પહેલું 1 હજાર મેગાવોટના દાબાનુકૂલિત જલ રિએક્ટર(પ્રેશરાઝઇ્ડ વોટર રિએક્ટર)માં ઓગસ્ટથી પહેલા વિજળી ઉત્પાદન શરૂ થઇ જશે.

આ સંયંત્રમાં શનિવાર રાત્રે 11 વાગ્યે અંદાજે પાંચ મીનિટ પર બોરોન તનુકરણ પ્રક્રિયાના કારણે ન્યૂટ્રોનના સાંદ્રણ(કોન્સનટ્રેશન) વધતા જ પરમાણું વિખંડન(ન્યુક્લિયર ફિઝન) શરૂ થઇ ગયું અને દેશના પરમાણું કાર્યક્રમમાં એક મોટી ઉપલબ્ધિ હાસલ થઇ ગઇ.

ભારતીય પરમાણું ઉર્જા નિગમ લિમિટેડના વિશેષજ્ઞ, રશિયન કુર્સાતોવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એટોમિક એનર્જી તથા પરમાણું ઉર્જા નિયામિક બોર્ડના પર્યવેક્ષકોએ પ્રક્રિયાની દેખરેખ કરી. પરમાણું ઉર્જા પંચના અધ્યક્ષ એસકે સિન્હાએ શનિવારે કહ્યં કે પ્રોસેસ ઓફ ક્રિટિકૈલિટી ગુરુવારે રાત્રે 11.45 મીનિટ પર શરૂ થયું, જ્યારે નિયંત્રણ છડોં(કન્ટ્રોલ રોડ્સ)ના બોરોન તનુકરણ(બોરોન ડાયલ્યુશન) માટે કાઢવામાં આવશે.

તેમણે જણાવ્યું કે રિએક્ટરના કોરમાં ન્યુટ્રોન બહુલીકરણ(ન્યુટ્રોન મલ્ટીપ્લીકેશન) શનિવારની બપોરે શરૂ થયા અને બોરોન તનુકરણની પ્રક્રિયા અડધી રાત્રે ખતમ થઇ જશે, ત્યારબાદ કુડનકુલમ પરમાણુ ઉર્જા સંયંત્ર એક મહત્વનું મુકામ હાંસલ કરશે. સિન્હાએ જણાવ્યું કે, આ 21મું પરમાણું ઉર્જા સંયંત્ર છે અને હળવા જલ રિએક્ટર શ્રેણી હેઠળ દેશના પહેલા દાબાનુંકુલિત જલ સંયંત્ર છે. ટરબાઇન 40 દિવસમાં ઉપયોગ માટે વિજળી ઉત્પાદન કરવા લાગશે. પ્રથમ ચરણમાં યુનિટ પોતાની ક્ષમતામાં માત્ર 50 ટકા ઉત્પાદન કરશે. ત્યારબાદ બીજા ચરણમાં 70 ટકા તથા ત્રીજા ચરણમાં 90 ટકા ઉત્પાદન થશે.

English summary
India's 21st nuclear reactor at Kudankulam in Tamil Nadu is functioning well after it began nuclear fission process for the first time on Saturday night, a senior official said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X