તહેવારોમાં LPG ગેસના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ ખુશ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

તહેવારોમાં LPG ગેસના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ ખુશ

તહેવારોમાં LPG ગેસના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ ખુશ

સામાન્ય માણસ માટે સારા સમાચાર મળી રહ્યાં છે. કેન્દ્ર સરકારે લોકોને મોટી રાહત આપતા રસોઇ ગેસના ભાવમાં 44.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તહેવારની મોસમમાં આ સમાચારથી મહિલાઓને મોટી રાહત મળી છે.

ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો

ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો

ગઇકાલે મધરાતથી ડીઝલમાં લીટરે પ૦ પૈસાનો વધારો કરવામાં આવ્‍યો છે. જો કે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

ગૌમાંસ ખાવાની શંકામાં વૃદ્ધની હત્યા

ગૌમાંસ ખાવાની શંકામાં વૃદ્ધની હત્યા

ઉત્તરપ્રદેશના દાદરી વિસ્તારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક 50 વર્ષીય વૃદ્ધની ગૌમાંસ ખાવાની શંકામાં માર મારીને હત્યા કરી નાખવામાં આવી છે. દાદરી ગામના કેટલાક લોકોએ મોહમ્મદ અખલાક નામના વૃદ્ધ પર શંકા કરી હતી કે તે વૃદ્ધે ગૌમાંસ ખાધુ છે, જેને લઇને તેની હત્યા કરી નાખી છે. પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસે પણ આ અંગે પૂછપરછ હાથ ધરી છે.

દેશભરમાં 90 લાખ ટ્રક ડ્રાઇવર આજથી હડતાળ પર

દેશભરમાં 90 લાખ ટ્રક ડ્રાઇવર આજથી હડતાળ પર

મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા માટે માઠા સમાચાર છેકે આજથી દેશના 90 લાખ ટ્રક ડ્રાઇવર હડતાળ પર ઉતરી ગયા છે. જેની સીધી અસર દૈનિક વસ્તુઓના ભાવ પર પડશે. લાંબા સમયથી ટ્રક ડ્રાઇવર્સની જે માંગ છે, તેને લઇને સરકાર સાથેની વાતચીતમાં કોઇ નિષ્કર્ષ ન આવતા ટ્રક ઓપરેટર્સે હડતાળ પર ઉતરવાની ઘોષણા કરી છે.

મુખ્તાર અંસારીની સોપારી આપનાર બાહુબલી ધારાસભ્યને જામીન

મુખ્તાર અંસારીની સોપારી આપનાર બાહુબલી ધારાસભ્યને જામીન

બિહારના ભોજપુર જિલ્લાના મુખ્યાલય આરા સ્થિત અદાલતમાં બોમ્બ ધડાકાના મામલામાં પ્રદેશની સત્તાધારી પાર્ટી JDUના બાહુબલી ધારાસભ્ય સુનીલ પાંડેને જામીન મળી ગયા છે. મહત્વપૂર્ણ છેકે આ એજ બાહુબલી નેતા છે, કે જેમણે યુપીના બાહુબલી મુખ્તાર અંસારીની હત્યા માટે 50 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

બિહાર ભાજપના કાર્યકર્તાઓમાં અમીત શાહે ભર્યો જોશ

બિહાર ભાજપના કાર્યકર્તાઓમાં અમીત શાહે ભર્યો જોશ

બિહાર ચૂંટણીના સ્ટાર પ્રચારક અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટે બેગુસરાય પહોંચ્યા હતા. ચૂંટણી પ્રચારની પહેલી સભામાં અમીત શાહે ગર્જના કરી હતી કે હું બિહારને જંગલરાજથી મુક્ત કરાવીશ.

નવી દિલ્હીમાં હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હીમાં હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી. અને દેશભરના પટેલોને એક થવા માટે આહવાન કર્યું હતુ.

આગ્રામાં મીડ ડે મીલ ખાધા બાદ બાળકો બિમાર

આગ્રામાં મીડ ડે મીલ ખાધા બાદ બાળકો બિમાર

બુધવારે આગ્રા નજીક ખૈરાગઢમાં મીડ ડે મીલ ખાધા બાદ બાળકો બીમાર પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

બિહારના CMએ બેગુસરાઇમાં સંબોધી સભા

બિહારના CMએ બેગુસરાઇમાં સંબોધી સભા

બિહારમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે બિહારના CM નિતીશ કુમારે બેગુસરાઇમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતુ.

મુંબઇમાં એક ઇવેન્ટમાં સોહા-કુનાલ સાથે

મુંબઇમાં એક ઇવેન્ટમાં સોહા-કુનાલ સાથે

બુધવારે મુંબઇમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બોલીવુડ એક્ટર કપલ સોહા અલી ખાન અને કુનાલ કપૂરે હાજરી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X