ઓરિસ્સાના કટકમાં ગોજારો અકસ્માત, બસ પુલ નીચે ખાબકતાં 20ના મોત

ઓરિસ્સાના કટકમાં ગોજારો અકસ્માત, બસ નીચે ખાબકતાં 20ના મોત

કટકઃ ઓરિસ્સાના કટકમાં એક મોટી દર્ઘટના સર્જાઈ છે. જાણકારી મુજબ ઘટના એ સમયે થઈ જ્યારે યાત્રીઓથી ભરેલી એક બસ જગતપુર પાસે આવેલ મહાનદી બ્રિજથી નીચે ખાબકી. ઘટના સમયે કુલ 30 યાત્રીઓ બસમાં સવાર હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. ઘટનાની સૂચના મળતાની સાથે જ રેસ્ક્યૂ ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે.

accident

ઘટના મુજબ સોમવારે સાંજે જગતપુર પાસેની મહાનદી પરના બ્રિજને ક્રોસ કરતી વખતે બસ ડિવાઈડર તોડીને પુલ નીચે ખાબકી હતી. ઘટના સમયે બસમાં 30 લોકો સવાર હતા. ઘટનાને પગલે આજુબાજુમાં રહેતા લોકો પણ દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ટીમને જાણકારી આપવામાં આવી હતી. ઘાયલોને તુરંત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઘટનાની સંવેદના વ્યક્ત કરી છે. એમણે દૂર્ઘટનામાં મૃત્યુ પામનાર શખ્સોના પરિજનોને 2-2 લાખનું વળતર આપવાનું એલાન કર્યું છે. જણાવી દઈએ કે ઘાયલોની સારવાર સરકારી ખર્ચ પર કરાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- સચિવાલયમાં કેજરીવાલ પર હુમલો, મરચાનો પાવડર ફેંકી ગોળી મારવાની ધમકી આપી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X