ઓરિસ્સામાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું
ઓરિસ્સામાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું
કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઓરિસ્સા સરકારે પણ 17 જૂન સુી સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સીએમ પટનાયકે કેન્દ્ર સરકારને પણ 30 એપ્રિલ સુધી આખા દેશમાં લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી છે. વધારામાં તેમણે ઉમેર્યું કે કોરોના સામે લડવા માટે તેમની સરકારે 30 એપ્રિલ સુધી રેલવે અને એરલાઈન પણ બંધ રાખશે.

ગુરુવારે સવારે મંત્રીમંડળની મળેલી બેઠકમાં સીએમ નવીન પટનાયકે કહ્યું હતું કે લોકોના જીવ બચાવવા જ સૌથી પ્રમુખ પ્રાથમિકતા છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં રહેતા ઓરિસ્સાના લોકોને પણ ચિંતા ના કરવા જણાવ્યું અને જે તે રાજ્ય સરકાર તેમનો ખયાલ રાખશે તેવી માહિતી આપી છે. લૉકડાઉન દરમિયાન ખેતી અને પશૂપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો રાબેતા મૂજબ કામ કરી શકશે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવવું પડશે.
ભાજપના નેતાએ કહ્યું કે અગાઉ જણાવ્યા મુજબ પૂરવઠો પહોંચાડવામાં કોઈ તકલીફ નહિ થાય. કોવિડ-19ની ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટમાં અમે જરાયપણ કંઈ બાકી રાખવા માંગતા નથી. જેટલું બને તેટલી જલદી અમે રાજ્યમાં 1 લાખ રેપિડ ટેસ્ટિંગ કરવા માંગીએ છીએ. આ મહામારી સાથેની લડાઈમાં જોડાયેલા દેશભરના ડૉક્ટરોનો આભાર માનું છું. માનવ જાત પર કોરોના વાયરસ સદીનો સૌથી મોટો ખતરો છે. જિંદગી હંમેશા માટે સરખી નહિ રહે. બધાએ આ સમજવું પડસે.
પીએમ મોદીએ લીધેલો નિર્ણય વખાણવા લાયક હતો અને કોરોનાને હરાવવા માટે હજી પણ દેશભરમાં લૉકડાઉન લંબાવવામાં આવવું જોઈએ. આ અંગે લોકોએ પણ સમજવું જોઈએ અને બને તેટલું બિનજરૂરી ઘરની બહાર નીકળવું જ ના જોઈએ.












Click it and Unblock the Notifications
