ઓડિશાના કટકમાં ટ્રેન દૂર્ઘટના, 8 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, 20 મુસાફરો ઘાયલ
ઓડિશાના કટકમાં ગુરુવારે સવારે ટ્રેન દૂર્ઘટના બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કટકના નરગુંડી રેલવે સ્ટેશન પાસે મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. પ્રારંભિક માહિતી મુજબ માલગાડી ટકરાયા બાદ લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
જણાવવામાં આવી રહ્યુ છે આ દૂર્ઘટના સવારે સાત વાગ્યા આસપાસ બની. આ દૂર્ઘટનામાં ઘણા મુસાફરો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. જો કે આ દરમિયાન કોઈના માર્યા જવાના સમાચાર નથી. વળી, દૂર્ઘટનાની સૂચના મળતા જ રેલવે અકસ્માત મેડીકલ વેન ઘટના સ્થળ માટે રવાના થઈ ચૂકી છે જે થોડી વારમાં ઘટના સ્થળે પહોંચવાની સંભાવના છે. સ્થળ પર રાહત તેમજ બચાવ કાર્ય ચાલુ છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ઈસ્ટ કોસ્ટ રેલવેએ બચાવ અને રાહત કાર્યો ઉપરાંત દૂર્ઘટના અને ઘાયલ મુસાફરોની માહિતી માટે હેલ્પલાઈન નંબર 1072 જારી કરવામાં આવ્યો છે. સીએનએન ન્યૂઝ 18ના સમાચારો મુજબ ઓછામાં ઓછા 40 મુસાફરો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. જેમાંથી 7ની હાલત ગંભીર છે. આ ટ્રેન મુંબઈથી ભુવનેશ્વર જઈ રહી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ સલગાંવ અને નરગુંડી વચ્ચે માલગાડીના ગાર્ડ વેનથી ટકરાયા બાદ સુપરફાસ્ટ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ટક્કરનુ કારણ ગાઢ ધૂમ્મસ જણાવવામાં આવી રહ્યુ છે.
Odisha: Seven coaches derailed and several people injured after Lokmanya Tilak Express hits a guard van of a goods train near Salagaon at about 7 am today. pic.twitter.com/5w6xRXOzF7
— ANI (@ANI) 16 January 2020
મુખ્ય જન્સંપર્ક અધિકારીનું રેલ દૂર્ઘટના પર નિવેદન આવ્યુ છે. જે મુજબ, સલગાંવ પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દૂર્ઘટનામાં 20 લોકો ઘાયલ થવાની પુષ્ટિ કરવામાં આવી છે. સીઆરપીઓએ જણાવ્યુ કે આ દૂર્ઘટનામાં કોઈના માર્યા ગયાના સમાચાર નથી.
આ પણ વાંચોઃ CAA અને આર્ટિકલ 370ના કારણે અમેરિકી કંપનીએ ભારત સરકારને આપ્યો ઝટકો