Odisha Train Accident: IAFએ મૃતકોને બહાર કાઢવા માટે Mi-17 હેલિકૉપ્ટર કર્યા તૈનાત
Odisha Train Accident: ભારતીય વાયુસેના(IAF)એ શનિવારે ઓડિશા ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મૃતકો અને ઘાયલોને બહાર કાઢવા માટે Mi-17 હેલિકૉપ્ટર તૈનાત કર્યા છે તેમ પૂર્વ કમાન્ડે જણાવ્યુ હતુ.
બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડી વચ્ચે થયેલી ઓડિશા ટ્રેન દૂર્ઘટનાનો મૃત્યુઆંક 238 સુધી પહોંચી ગયો છે તેમ દક્ષિણ પૂર્વ રેલવે દ્વારા શનિવારે જણાવવામાં આવ્યુ છે.

પૂર્વ કમાન્ડના જણાવ્યા મુજબ આઈએએફ, ભારતીય રેલવે અને નાગરિક પ્રશાસનને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યુ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ દૂર્ઘટનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ હતુ.
વળી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે ઓડિશાના બાલાસોરની મુલાકાત લેવા અને ઘાયલોને મળવા જશે. દક્ષિણ પૂર્વ રેલવેના જણાવ્યા મુજબ ખરગપુર સ્ટેશન પર મુસાફરોને પાણી, ચા અને ફૂડ પેકેટ્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે. હાવરામાં પણ ટ્રેન આવ્યા પછી ફૂડ પેકેટ્સ આપવામાં આવશે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. તમને જણાવી દઈએ કે ટ્રેન દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરવા લાગ્યા હતા. લોકોએ કહ્યું કે આવી ઘોર બેદરકારીને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી રેલ્વે મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
આ અંગે વાત કરતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હાલ અમારું ધ્યાન ઘાયલોને બચાવવા પર છે. ષડયંત્રની બાબત પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે આ મામલાની તપાસ બાદ જ કંઈક કહી શકાશે.
સમગ્ર મામલાને લઈને રેલ્વે મંત્રીએ કહ્યું કે અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર મામલાની તપાસ કરશે. અત્યારે અમારું ધ્યાન બચાવ પર છે. ઇજાગ્રસ્તોની સારી સારવાર માટે પ્રયાસો ચાલુ છે.












Click it and Unblock the Notifications
