Odisha Train Accident: રેલવે ટ્રેક પર ટ્રેનોની અવરજવર ફરીથી શરુ, રેલ દૂર્ઘટનાની CBI તપાસની ભલામણ
Odisha Train Accident: ઓડિશાની બાલાસોર ટ્રેન દૂર્ઘટના બાદ ઘટના સ્થળ પર ટ્રેકનુ સમારકામ કર્યા બાદ રાતે ટ્રેનોની અવરજવર ફરીથી શરુ કરવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના નિરીક્ષણ હેઠળ કામ પૂરુ કરવામાં આવ્યુ.
રેલવે મંત્રી વૈષ્ણવ સમારકામ સમયે સ્થળ પર હાજર રહ્યા અને ડાઉન લાઈન પર ટ્રેનની ટ્રાયલ પણ જોઈ. ટ્રેક પર અપ અને ડાઉન લાઈન પર રેલવેને ચલાવવામાં આવી.

તમને જણાવી દઈએ કે બાલાસોર રેલવે દૂર્ઘટનાની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે પ્રારંભિક તપાસમાં ઈન્ટલૉકિંગસિસ્ટમ ગરબડની શંકા છે. બુધવાર સવાર સુધી રેલવે રુટ સામાન્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
બાલાસોર ટ્રેન દૂર્ઘટનામાં રાહત અને બચાવ કાર્ય લગભગ પૂરુ કરી લેવામાં આવ્યુ છે. બહાનગા બજાર સ્ટેશન પર ટ્રેકનુ સમારકામ પૂરુ કરીને અપલાઈન અને ડાઉનલાઈનથી ટ્રેનો ચલાવીને ટ્રાયલ પણ પૂરી કરી લેવામાં આવી છે. આ ટ્રાયલ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુદ જોઈને રાહત અને બચાવકર્મીઓના કામની પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઓડિશાના બાલાસોરમાં બનેલ ટ્રિપલ ટ્રેન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા અને 1000થી વધુ લોકો ઘાયલ થયા. અકસ્માતમાં 1175 ઘાયલોમાથી 793 લોકોને ઈલાજ બાદ રજા આપી દેવામાં આવી છે. જો કે, ઘણા ઘાયલોની સ્થિતિ ગંભીર છે.
રેલવે મંત્રી વેષ્ણવે કહ્યુ કે બાલાસોર ઘટનાની સીબીઆઈ તપાસની ભલામણ કરી દીધી છે અને દૂર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમના પરિવારોનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
લોકો ઓડિશાની અલગ-અલગ હૉસ્પિટલોમાં પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. શબગૃહમાં પણ લોકો પોતાના લોકોના ફોટા લઈને શોધી રહ્યા છે. અમુક લોકોને હજુ સુધી સ્વજનો મળ્યા નથી.
નોંધનીય છે કે ઓડિશા ટ્રેન દૂર્ઘટના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકાર પર સવાલ ઉઠાવીને કહ્યુ કે બંને ટ્રેનોમાં કવચ સિસ્ટમ કેમ નહોતી. જ્યારે મે આનો ઉલ્લેખ કર્યો ત્યારે રેલવે મંત્રી ચૂપ કેમ હતા. બે પ્રકારના નિવેદન સામે આવી રહ્યા છે અને દાળમાં કંઈ કાળુ છે. અમે ઈચ્છીએ છીએ કે સત્ય સામે આવે.
વળી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને કહ્યુ કે, 270થી વધુ લોકોના મોત બાદ પણ કોઈ જવાબદેહી નથી. સરકાર આટલી દર્દનાક દૂર્ઘટનાની જવાબદારી લેવાથી છટકી ના શકે.












Click it and Unblock the Notifications
