વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાં 63 ભારતના, આ રહ્યુ પુરુ લિસ્ટ!
સ્વિસ ફર્મ IQAir દ્વારા બહાર પાડવામાં આવેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર, ભારતમાં 2021માં વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે. જો કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હી, 22 માર્ચ : સ્વિસ ફર્મ IQAir દ્વારા બહાર પાડવામાં આવેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર, ભારતમાં 2021માં વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે. જો કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. ભારતમાં ઘાતક અને માઇક્રોસ્કોપિક PM 2.5 પ્રદૂષક સ્તર 58.1 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની હવા ગુણવત્તા માર્ગદર્શિકા કરતાં 10 ગણું વધારે છે. ભારતમાં કોઈ પણ શહેર વાયુ પ્રદૂષણ અંગે WHO ના ધોરણોને પૂર્ણ કરતું નથી.

સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર ભારતમાં છે. દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે, ત્યારે દિલ્હીમાં પ્રદૂષણ પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 15 ટકા વધ્યું છે. અહીં વાયુ પ્રદૂષણનું સ્તર WHO સુરક્ષા મર્યાદા કરતાં લગભગ 20 ગણું હતું, જેમાં PM 2.5 96.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે.
દિલ્હીનું વાયુ પ્રદૂષણ વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. વિશ્વનું સૌથી પ્રદૂષિત સ્થળ રાજસ્થાનનું ભિવડી છે. આ પછી ગાઝિયાબાદ બીજા સ્થાને છે. વિશ્વના ટોચના 15 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 10 એકલા ભારતમાં છે અને આમાંના મોટાભાગના શહેરો દિલ્હીની આસપાસ છે.
જો આપણે વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો તેમાંથી 63 એકલા ભારતમાં છે અને આમાંના મોટાભાગના શહેરો ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં છે. શિકાગો યુનિવર્સિટી દ્વારા વિકસિત હવા ગુણવત્તા સૂચકાંક સૂચવે છે કે જો દિલ્હી અને લખનૌની હવાની ગુણવત્તા WHO ધોરણોને પૂર્ણ કરે તો તેના રહેવાસીઓનું આયુષ્ય એક દાયકા સુધી વધી શકે છે.
વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોમાં વાહન ઉત્સર્જન, કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ, ઔદ્યોગિક કચરો, રસોઈ માટે બાયોમાસને બાળી નાખવા અને બાંધકામ ક્ષેત્રનો સમાવેશ થાય છે. ગયા વર્ષે નવેમ્બરમાં વાયુ પ્રદૂષણના ગંભીર સ્તરને કારણે દિલ્હીની આસપાસના ઘણા મોટા પાવર પ્લાન્ટ્સ તેમજ ઘણા ઉદ્યોગો પ્રથમ વખત બંધ કરવામાં આવ્યા હતા. વાયુ પ્રદૂષણને કારણે ભારત દર વર્ષે આશરે $150 બિલિયન ગુમાવવાનો અંદાજ છે. હૃદય અને ફેફસાના રોગો અને અન્ય ઘણી ગંભીર આરોગ્ય અસરો ઉપરાંત વાયુ પ્રદૂષણ પ્રતિ મિનિટ અંદાજિત ત્રણ મૃત્યુનું કારણ બને છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના પ્રદુષણે સરકારની ઉંઘ ઉડાડી દીધી છે.












Click it and Unblock the Notifications
