મમતાનું અજીબ ફરમાન: પ્રચાર દરમિયાન લિપસ્ટિક અને મેચિંગ બિંદી ન લગાવો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 એપ્રિલ: તાજેતરમાં જ મમતા બેનર્જી દ્વારા પાર્ટી વર્કર્સ માટે કેટલાક ચોંકાવનારા ફરમાન આવ્યા છે. મમતા બેનર્જીએ સલાહ આપી છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલાઓ લિપસ્ટિક ન લગાવે. જ્યારે અન્ય પાર્ટીઓ તેને ચૂંટણી સ્ટંટ ગણાવી રહી છે, તો બીજી તરફ ટીએમએસીમાંથી પણ તેને લઇને અલગ-અલગ મંતવ્ય આવી રહ્યાં છે. આમ દિલ્હીમાં પાર્ટીના સ્ટાર ઉમેદવાર વિશ્વજીત મમતા બેનર્જીની 'હા માં હા' મિલાવતાં જોવા મળી રહ્યાં છે.

અનુશાસન સાથે લિપસ્ટિક અને સાડીની મેચિંગની બિંદી સાથે શું લેવાદેવા હોય શકે? તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આ કેવો પ્રશ્ન છે. પરંતુ તાજેતરમાં જ મમતા બેનર્જીએ પોતાના કાર્યકર્તાઓને સચેત કર્યા છે કે ચૂંટણી સુધી તે ફેશનથી દૂર રહે, લિપસ્ટિક ન લગાવે, સાડી સાથે મેચ કરતી બિંદી પણ ન લગાવે.

તો બીજી તરફ પુરૂષોને પણ દારૂથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટીનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન અનુશાસન વર્તવું જરૂરી છે, ખાસકરીને એવા સમયે જ્યારે મમતા બેનર્જીની નજર દિલ્હીના રાજકારણ પર ટકેલી છે.

આમ તો બંગાળમાં આ ફરમાનની અસર થાય કે ન થાય, પરંતુ દિલ્હીમાં ટીએમસીના સ્ટાર ઉમેદવાર વિશ્વજીત આના સાથે પુરી રીતે સહમત જોવા મળી રહ્યાં છે. વિશ્વજીત કહે છે કે ફેશન કરી પ્રચાર માટે નિકળવાની શી જરૂરિયાત છે? તે મમતા દીદીની વાત સાથે સહમત છે.

mamata-tcm-1

બીજી પાર્ટીઓ તેને ફક્ત ચૂંટણી સ્ટંટ ગણાવી રહ્યાં છે. નેતાઓનું ત્યાં સુધી કહેવું છે કે મમતા બેનર્જીના આ નિવેદન પર કાર્યવાહી કેમ થઇ રહી નથી. આ તો ફતવો છે. ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે 'મમતાજીને લાગે છે કે તે દરેક વાતથી ઉપર છે. ચૂંટણીમાં આવી વાતોની કોઇ અસર પડતી નથી. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે કહ્યું હતું કે 'હજુ સુધી મહિલા આના પર કાર્યવાહી કેમ કરતું નથી? આ તો ફતવો જાહેર કરવામાં આવ્યો છે.

બહાર તો છોડો, ટીએમએસીની અંદર જ વર્કર્સમાં આ ફરમાનને લઇને ફૂટ સામે આવી છે. કેટલાક વર્કર્સ કહે છે કે દીદી જે કર્યું, ઠીક છે. કેટલાકનું કહેવું છે કે દારૂની વાતનો સમજાઇ છે, પરંતુ મહિલાઓ માટે જે કહેવામાં આવ્યું છે તે ઠીક નથી. જો કે ચૂંટણી દરમિયાન આ પ્રકારની વાતો સામે આવવી હાસ્યાપદ તો છે જ, આ સાથે જ આ ફરમાન ઘણી મહિલાઓને નિરાશ કરી રહ્યું છે.

English summary
Trinamool Congress wants the women in the family not to wear lipstick or "match the bindi with the saree". And men are asked not to play carom till late at night or drink alcohol "at least for these two months" when party supremo Mamata Banerjee is making an ambitious bid for Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X