ઓમાનના વિમાનની નાગપુર ઇમરજન્સી લૈડિગ, ઇંજનમાથી ખામી
નાગપુર એરપોર્ટમાં એક વિમાનને ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યુ હતુ. જે બાંગ્લાદેશથી મસ્કટ જઇ રહ્યુ હતુ.
દેશમાં વિમાનોની ઇમરજન્સી લેન્ડિગ કરવાનું સતત ચાલુ છે. હવે નાગપુરમાં એક વિમાનની ઇમજન્સી લેન્ડીંગ કરવામાં આવી છે. આ વિમાન ઓમાનના સલામ એરલાઇન્સનુ છે. હાલમાં વિમાનમાં હાજર તમામ યાત્રીઓ ચાલક દળના સભ્યો સુરક્ષિત છે. એરપોર્ટને ટેક્નીકલ ટીમ વિમાનની તપાસ કરી રહી છે. તેમજ યાત્રીઓને જરીરુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

જાણકારો અનુસાર વિમાન બાંગ્લાદેશના ચાટગાવથી મસ્કટ જઇ રહ્યુ હતુ . જ્યારે તે ભારતીય હવાઇ ક્ષેત્રમાં હતુ. ત્યારે જ તેના એન્જીનમાં ખામ સર્જાણી હતી. ત્યાર બાદ વિમાનને નાગપુર એરપોર્ટ તરફ લઇ જવામાં આવ્યુ હતુ. એરપોર્ટના કર્મચારીઓએ પણ તમામ તૈયારી કરી લીધી હતી. એવામાં વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવામાં આવ્યુ હતુ. હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે.
રવિવારે રાતે ઇડિગો એરલાઇન્સનું વિેમાન સુરતથી દિલ્હી માટે રવાના થયુ હતુ. ત્યારે તેમા પણ અચાનક પક્ષી ટકરાવાની ઘટના બની હતી. પાયલટે તુંરત સમજારી દેખાડતા વિમાનને અમદાવાદ એર પોર્ટ પર ઇમજન્સી લેન્ડીગ કરાવી દિધુ હતુ. ડીજીસીએ અનુસાર પક્ષીના ટકરાવાના લીધે વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ. ઇમરજન્સીમાં બેલેંસ બગડવા જેવા હાલાત નહોતા. તમામ યાત્રીઓ અને ચાલક દળના સુરક્ષિત હતા. જણાવી દઇએ કે, યાત્રીયો માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે.
24 ફેબ્રુઆરીના રોજ પણ આવી ઘટના સામે આવી હતી. જેમા એર ઇન્ડિયા એક્સપ્રેસને તિરુવનંતપુરમ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ. ડીજીસીએ અનુસાર વિમાન કેરલના કાલીકટથી સાઉદી અરબ દમ્મન જઇ રહ્યુ હતુ. ત્યારે અચાનક તેમા ટેકનીકલ ખામી સર્જાતા તેને તિરુવનંતપુરમ એરપોર્ટ પર પાઇલટે ઇમરજન્સી લેન્ડી કરાવી હતી. આ ઘટનામાં તમામ યાત્રી સુરક્ષીત છે.












Click it and Unblock the Notifications
