For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમર અબ્દુલાએ ભાજપ સાથે મળીને વાદીમાં સરકાર બનાવવાના આપ્યા સંકેત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: એક તરફ જ્યાં જમ્મૂ-કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે છે ત્યારે બીજી તરફ રાજકીય પારો ખૂબ ઉંચો છે. વિધાનસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશ બાદ બધી મુખ્ય પાર્ટીઓ પોતાની સરકાર બનાવવાનો જુગાડ કરવામાં લાગી છે. તો બીજી તરફ ઉમર અબ્દુલાએ ટ્વિટ કરતાં અહીં રાજકારણને વધુ રોચક બનાવી દિધું હતું.

ઉમર અબ્દુલાએ ટ્વિટ કરીને ભાજપને પોતાના સમર્થક બનાવવાના સંકેત આપ્યા છે. ઉમર અબ્દુલા વાદીમાં પીડીપીની સરકાર બનાવવાના વિરૂદ્ધ છે. તો બીજી તરફ ઉમર અબ્દુલાની ટ્વિટથી સ્પષ્ટ સંકેત મળવા લાગ્યા છે કે ભાજપને પોતાનું સમર્થન આપવા માટે તૈયાર નથી. જો કે તેમણે હજુ સુધી આ વિશે ખુલીને કંઇ કહ્યું નથી કે તે ભાજપને પોતાનું સમર્થન આપવા માંગે છે.

bjp-and-national-conference-to-come-together

આજે ક્રિસમસ ડેના અવસર પર ઉમર અબ્દુલાએ ટ્વિટ કરીને લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવવાની સાથે તે લોકોને પણ શુભેચ્છા પાઠવી છે જે સુશાસન દિવસ ઉજવી રહ્યાં છે. તો બીજી એક અન્ય ટ્વિટમાં ઉમર અબ્દુલાએ એક કેપ્શન શેર કરી હતી હતી જેમાં લખ્યું છે કે શાંત રહો હું પરત આવીશ.

પરંતુ જેમ કે ઉમર અબ્દુલાએ ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હોવાના સમાચાર આવ્યા તો ઉમર અબ્દુલા તાત્કાલિક ટ્વિટ કરીને તેની સ્પષ્ટતા કરી. પરંતુ કહે છે કે જો વધુ સ્પષ્ટતા આપવામાં આવે તો ક્યાંકને ક્યાં જરૂર કંઇક છે જે સફાઇ આપવા માટે મજબૂર કરી રહ્યું છે.

English summary
Omar abdullah indicates to form government in jammu and kashimr with bjp, hints in his tweets of coming in alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X