For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે ઉમર અબ્દુલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવાની રાજકીય કવાયદ ગતિમાન થઇ ગઇ છે. ભાજપે જ્યાં છ અન્ય ધારાસભ્યોની મદદથી પોતાને સૌથી મોટી પાર્ટી ગણાવી રહી છે, તો બીજી તરફ પીડીપીએ હજુ સુધી પોતાના પત્તાં ખોલ્યા નથી. આ દરમિયાન નિવર્તમાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ બુધવારે રાજ્યમાં ફરી એકવાર સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાના સંકેત આપ્યા છે.

omar-abdullah

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોંફ્રેંસને બહુમતી મળી શકી નથી. પરંતુ ઉમર અબ્દુલાએ એક ટ્વિટમાં લખ્યું છે '2002માં પીડીપી નેતા મુફ્તી મોહંમદ સઇદ 16 ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી બન્યા હતા અને નેશનલ કોંફ્રેંસ 28 સીટો સાથે વિપક્ષમાં હતી, એટલા માટે રાજ્યનું પ્રતિનિધિત્વ આગળ ન છોડુંમ તો મને માફ કરજો.

રાજ્ય વિધાનસભામાં મંગળવારે આવેલા જનાદેશમાં પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) 28 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બની તરી આવી છે, જ્યારે ભાજપ તેના બાદ 25 સીટો સાથે બીજા સ્થાન પર છે. સત્તારૂઢ નેશનલ કોંફ્રેંસ 87 સભ્યોવાળી વિધાનસભામાં 15 સીટોની સાથે ત્રીજા સ્થાન પર છે. ઉમર અબ્દુલાએ બુધવારે પીડીપીએ અન્ય પાર્ટીઓની સાથે ગઠબંધન કરી સરકાર બનાવવાની અટકળો વચ્ચે રાજ્યપાલને રાજીનામું સોંપી દિધું.

ઉમર અબ્દુલાએ વધુ એક ટ્વિટમાં લખ્યું, 'છ વર્ષ પહેલાં જ હું જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરવા ગયો હતો. હવે હું રાજીનામું આપવા જઇ રહ્યો છું. આ ચક્ર ઝડપથી ચાલી રહ્યું છે.'

English summary
Outgoing Jammu and Kashmir chief minister Omar Abdullah Wednesday signalled his intention to stake claim to form the government despite a weak mandate for the National Conference (NC) in the just-concluded assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X