દેશમાં ઓમિક્રૉનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને થઈ 200, સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્લીમાં
દુનિયાના લગભગ 90 દેશોમાં ફેલાઈ ચૂકેલ કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિઅંટનુ જોખમ હવે ભારતમાં પણ વધવા લાગ્યુ છે.
નવી દિલ્લીઃ દુનિયાના લગભગ 90 દેશોમાં ફેલાઈ ચૂકેલ કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિઅંટનુ જોખમ હવે ભારતમાં પણ વધવા લાગ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે દેશમાં ઓમિક્રૉન વેરિઅંટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 200 થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે આ 200 દર્દીઓમાંથી 77 દર્દીઓ હજુ સુધી રિકવર થઈને પાછા આવી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે ઓમિક્રૉન વેરિઅંટના સૌથી વધુ કેસ બે રાજ્યો મહારાષ્ટ્ર અને દિલ્લીમાં મળ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ઓમિક્રૉનથી સંક્રમિત દર્દી મળ્યા છે. આમાંથી મહારાષ્ટ્ર અને દિલ્લીમાં મળેલા દર્દીઓની સંખ્યા સૌથી વધુ 54-54 છે. આ ઉપરાંત તેલંગાનામાં 20, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15 અને ગુજરાતમાં ઓમિક્રૉન વેરિઅંટના 14 કેસ સામે આવ્યા છે. વળી, યુપીમાં આ નવા વેરિઅંટના બે કેસ મળી ચૂક્યા છે. આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ઓમિક્રૉન વેરિઅંટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1-1 છે.
ભારતમાં મોટાભાગના દર્દીઓ લક્ષણો વિનાના
તમને જણાવી દઈએ કે અધિકૃત રીતે કોરોના વાયરસના આ નવા વેરિઅંટની ઓળખ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં થઈ ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંગઠને તેને ઓમિક્રૉન નામ આપ્યુ. જો કે, સૌથી મોટી રાહતની વાત એ છે કે ભારતમાં મળેલ ઓમિક્રૉનના દર્દીઓમાંથી મોટાભાગના દર્દી લક્ષણ વિનાના કે ખૂબ જ ઓછા હળવા લક્ષણોવાળા છે.
દેશમાં 58 ટકા લોકો લઈ ચૂક્યા છે બંને ડોઝ
સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કોરોના વાયરસની સ્થિતિ પર નિવેદન આપીને કહ્યુ હતુ કે દેશ આ વેરિઅંટનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે દેશમાં અત્યાર સુધી 88 ટકા લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ અને 58 ટકા લોકોને બંને ડોઝ લાગી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
