For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉન : કોરોનાના વધી રહેલા કેસે ચિંતા વધારી, મોદી સરકારે રાજ્યોને આપ્યા આ આદેશ

ઓમિક્રૉન : કોરોનાના વધી રહેલા કેસે ચિંતા વધારી, મોદી સરકારે રાજ્યોને આપ્યા આ આદેશ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
દેશભરમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધી રહી છે, 2022ના પહેલા દિવસે 22,775 નવા કેસ નોંધાયા હતા

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ઉછાળો આવતાં કેન્દ્ર સરકારે રાજ્યોને કામચલાઉ હૉસ્પિટલો સ્થાપવા કહ્યું છે.

કેસોમાં અચાનક વધારો થતાં આરોગ્યના માળખા પર ટૂંક સમયમાં ભાર આવી શકે છે, કેન્દ્ર સરકારે રાજ્યોને તેમની ઑક્સિજનની ઉપલબ્ધતા પર દેખરેખ રાખવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હેલ્થકૅર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તાત્કાલિક સ્ટોક લેવા જણાવ્યું હતું.

હૉસ્પિટલોમાં વધુ પથારી ઉમેરવા અનેઆરોગ્યસુવિધાઓ વધારવા કહેવામાં આવ્યું છે અને સાથે જરાજ્યોને ઑક્સિજનની ઉપલબ્ધતા તપાસવા માટે કહેવામાં આવ્યું છે.

હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓની દેખરેખ માટેરાજ્યોને વિશેષ ટીમ, કૉલસેન્ટર, કંટ્રોલરૂમની રચના કરવા કહેવામાં આવ્યું છે.

આ સાથે જ રાજ્યોને દવાના બફર-સ્ટોકની સમીક્ષા કરવા અને ગ્રામીણ વિસ્તારોના કેસો પર પણ ધ્યાન રાખવા કહ્યું છે.

ભારતમાં, 31 ડિસેમ્બરે 16,764 નવા કેસ અને 2022ના પહેલા દિવસે 22,775 નવા કેસ નોંધાયા હતા. શનિવારે સવાર સુધીમાં ઓમિક્રૉન સંક્રમણની સંખ્યા 1,431 છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/AumaJkmPRjs

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Omicron: The growing case of Corona raises concerns, the Modi government has given this order to the states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X