સ્વાઇન ફ્લૂ મુદ્દે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનું વોકઆઉટ

gujarat vidhansabha
ગાંધીનગર, 19 માર્ચ: ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન ભારે ધમાલ મચી જવા પામી હતી. વિપક્ષ દ્વારા આરોગ્યમંત્રીને કરવામાં આવેલા એક પ્રશ્ન બાદ ભારે વિવાદ સર્જાયો જેના પગલે વિપક્ષે વિધાનસભામાંથી વોકઆઉટ કરી દીધું હતું.

વિપક્ષે વિધાનસભામાંથી વોકાઆઉટ કરવાની ત્યારે જરૂર પડી જ્યારે તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આરોગ્યમંત્રી નિતિન પટેલે કંઇક તીખા અને અવળા શબ્દોમાં આપ્યો. વિપક્ષે પ્રશ્નકાળમાં આરોગ્યમંત્રીને પૂછ્યું કે સ્વાઇન ફ્લૂના કારણે આટલા બધા મૃત્યું થવા છતા રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રી શું કરી રહ્યા છે, તેની સામે લડવાના શું પગલા લઇ રહ્યા છે.

આરોગ્યમંત્રી નિતિન પટેલે વિપક્ષના પ્રશ્નનો જવાબ કઇક એવી રીતે આપ્યો કે વિપક્ષી નેતા ભડકી ઉઠ્યા. નિતિન પટલે જણાવ્યું કે 'રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે જેમ જેમ મૃત્યુઆંક વધી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસ ખુશ થઇ રહી છે.'

આરોગ્યમંત્રી દ્વારા આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જ વિપક્ષ ભડકી ઉઠ્યું અને તેમણે વોકઆઉટ કરી દીધું. આ ઉપરાંત ગુજરાતવિધાનમભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આરોગ્યમંત્રીના રાજીનામાની પણ માગ કરી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X