For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેરોજગારી પર સવાલ પૂછવો ભારે પડ્યો, ભાજપા કાર્યકર્તાઓએ પીટાઈ કરી

લોકસભા ચૂંટણી વચ્ચે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ સામાન્ય બાબત છે. રાજનૈતિક નેતાઓ વચ્ચે પણ આરોપોનો સિલસિલો ચાલી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી વચ્ચે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ સામાન્ય બાબત છે. રાજનૈતિક નેતાઓ વચ્ચે પણ આરોપોનો સિલસિલો ચાલી રહ્યો છે. રાજનૈતિક દળો વચ્ચે વાદવિવાદ કોઈ જ નવી વાત નથી. પરંતુ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક યુવકને બેરોજગારી પર સવાલ કરવું ખુબ જ ભારે પડી ગયું. કેન્દ્રં સરકાર વિરુદ્ધ બોલવું તેને ભારે પડ્યું છે.

Lok Sabha Elections 2019

મુજફ્ફરનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ યુવકની પીટાઈ કરી નાખી. આ મારપીટનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ભાજપના કાર્યકર્તાઓ યુવકની પીટાઈ કરી રહ્યા છે. જે યુવકની ભાજપના કાર્યકર્તાઓ પીટાઈ કરી રહ્યા છે તે એક વિધાર્થી યુવક જણાવવામાં આવી રહ્યો છે. આ મામલો ટીવી ચેનલની એક ડિબેટથી શરુ થયો, જ્યાં શૉ દરમિયાન યુવકે કેન્દ્ર સરકાર સામે બોલવાનું ચાલુ કર્યું અને બેરોજગારી મુદ્દે સવાલ ઉઠાવવાનું શરુ કરી દીધું. ટીવી શૂટ દરમિયાન યુવકે ભાજપા સરકાર સામે અવાઝ ઉઠાવ્યો, તો ભાજપના કાર્યકર્તાઓને તે ગમ્યું નહીં. તેમને શૉ દરમિયાન જ યુવકની પીટાઈ શરુ કરી દીધી.

આ પણ વાંચો: દિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી? સર્વેમાં ખુલાસો

સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયો અનુસાર વિધાર્થીને મારતા લોકો તેને આતંકી જણાવી રહ્યા છે. પીડિત વિધાર્થીનું નામ અદનાન જણાવવામાં આવી રહ્યું છે. તે બોર્ડ પરીક્ષામાં શામિલ થવા માટે મુઝફ્ફરનગર આવ્યો હતો. અહીં એક ટીવી શૉ દરમિયાન તેને કેન્દ્ર સરકાર સામે સવાલ કરવાના ચાલુ કરી દીધા. તેને નોકરી અને શિક્ષાના મુદ્દે મોદી સરકારે ઘેર્યા. વિધાર્થીના આરોપ ભાજપા કાર્યકર્તાઓથી સહન નહીં થયા, તેમને પહેલા વિરોધ વ્યકત કર્યો. પરંતુ જયારે યુવક રોકાયો નહીં તો તેમને કેમેરા સામે જ તેની પીટાઈ કરવાની શરુ કરી દીધી.

આ પણ વાંચો: ફેસબુક પર પણ બની શકે છે તમારું ચૂંટણી કાર્ડ, જાણો કેવી રીતે

English summary
ON Video UP student beaten called terrorist for complaining about jobs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X