મુસ્લિમોને મળશે મોદીઃ કહ્યું, ‘મળ્યા બાદ તેઓ પ્રેમ કરવા લાગશે’
નવી દિલ્હી, 16 એપ્રિલઃ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને જોરદાર ઝટકો પહોંચી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીમાં મુસ્લિમો સાથે મુલાકાત કરવાના છે. લોકસભાની ચૂંટણી જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે એક તરફ મુસ્લિમો નરેન્દ્ર મોદીથી ભયભીત હોવા અંગેની વાત તાજેતરમાં એક મુસ્લિમ ધર્મગુરુ દ્વારા કરવામાં આવી હતી અને હવે મોદી દ્વારા કરવામાં આવનારી આ મુલાકાતની સીધી અસર દેશભરના મુસ્લિમ મતદાતાઓ પર ચોક્કસપણે પડશે.

આ ઇન્ટરવ્યુમાં મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છેકે, મહિલા જાસૂસીના મમલાને રાજકીય રંગ આપવો જોઇએ નહીં. તેઓ આવા કોઇપણ મામલામાં રાજકારણ ના કરે. મહિલા વિરુદ્ધ અપરાધ એ રાષ્ટ્રીય શરમ સમાન છે. બધાએ એક રાષ્ટ્ર તરીકે કામ કરવું જોઇએ, રાહુલે એ વાતને લઇને રાજકારણ કરવું ના જોઇએ અને મારે પણ રાજકારણ ના કરવું જોઇએ.
2002ના રમખાણો પર મૌન અંગે મોદીએ કહ્યું છેકે હું મૌન નથી. દેશના ટોચના પત્રકારો દ્વારા 2002થી લઇને 2007 સુધી મને જેટલા પણ પ્રશ્નો પૂછ્યા છે તેનો મે જવાબ આપ્યો છે, પરંતુ તેમણે સત્ય જાણવા પાછળ કોઇ કામ કર્યું નથી. આ ષડયંત્ર અજ્ઞાત એકમ દ્વારા કરવામાં આવ્યું છે. જેટલું કહેવું એટલું કહીં દીધું છે, હું જનતાની અદાલતમાં સોનાંની જેમ બાહર આવ્યો છું. જેમની ગાડી ત્યાં અટકી છે, તેમની રોજીરોટી ચાલી રહી છે. હું આજે પણ લોકશાહીને સમર્પિત છું.












Click it and Unblock the Notifications
