પાંચ ભાઇઓને વરી યુવતી બની 'કળિયુગની દ્રોપદી'

ધ સન નામના બ્રિટિશ અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર રાજો વર્મા નામની 21 વર્ષિય મહિલા એક જ ઘરમાં પાંચ ભાઇઓ સાથે રહે છે અને તમામ ભાઇઓ સાથે એક-એક રાત વિતાવે છે. તેણે કહ્યું છે કે તેને માલુમ નથી કે આ પાંચમાંથી કોણ તેના પુત્રનો પિતા છે. આ રીતે રહેવું થોડું અઘરું છે પરંતુ તે તેના પાંચેય પતિની એકબીજા સાથે સરખામણી કરતી નથી.
તેના પાંચ પતિમાના એક એવા ગુડ્ડુએ કહ્યું છે કે, તે પહેલો છે કે જેણે તેણીની સાથે લગ્ન કર્યા, પરંતુ અમે બધા તેની સાથે સમાગમ કરીએ છીએ પરંતુ હું ઇર્ષા કરતો નથી. અમે બધા સાથે છીએ અને અમારો એક મોટો અને સુખી પરિવાર છે. આ યુગલે ભારતીય રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ચાર વર્ષ થઇ ગયા છે.
ગૃહિણીએ જણાવ્યું કે તેના માતા પણ ત્રણ લોકોને પરણ્યા હતા, તેથી જ્યારે તેણે આ પ્રમાણે લગ્ન કર્યા અને તેથી હું તમામને મારા પતિ તરીકે જ માનું છું. હું તમામ સાથે વારફરતી સમાગમ કરું છું.












Click it and Unblock the Notifications
