ટીવી શોના શુટીંગ દરમિયાન એક બાળકનું મોત

પોલીસ પૂછપરછમાં પ્રોડ્યુસરે જણાવ્યું હતું કે શુટિંગ દરંમિયાન મહિલા એક્ટર કાર ચલાવી રહી હતી, દરમિયાન તેણે કાર એક બાળક પર ચડાવી દીધી હતી. જોકે પોલીસ આ મહિલા એક્ટર પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ છે કે નહી તેની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ અધીકારીએ જણાવ્યું હતું કે મહિલા કલાકાર સામે 304 એની કાનૂની કલમ પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને સમગ્ર ઘટનાની કડકાઇથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ બંને બાળકો શુટિંગ દરમિયાન રોડની સાઇડમાં ઉભા હતા. જે કિશોરી ગંભીર રીતે ઘાયલ થઇ હતી તેને ચંદનનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
