પાક.એ ફરી કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, 1 જવાન શહીદ

Written By:
Subscribe to Oneindia News

વર્ષના છેલ્લા દિવસે પણ પાકિસ્તાન તરફથી સીમા પર શાંતિ જાળવવામાં નહોતી આવી, ફરી એકવાર એલઓસી પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય સિપાઇ જગસીર સિંહ શહીદ થયા છે. ભારત દ્વારા પણ પાકિસ્તાનના આ કૃત્યનો બરાબર જવાબ આપવામાં આવ્યો છે. આ પહેલાં વહેલી સવારે પુલવામાં જિલ્લામાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળના એક શિબિર પર ભારે હથિયારો વડે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

indian army

આ હુમલામાં સૈફુદ્દીન નામનો એક જવાન શહીદ થયા હતા તથા નરેન્દ્ર અને સમાધાન નામના બે અન્ય જવાન ઘાયલ થયા હતા. મીડિયાના અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ પહેલા હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા અને એ પછી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બે જવાનો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પણ સામે આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદીઓ આત્મઘાતી હુમલાખોર હતા, જે લગભગ બે વાગે લેથપોરા કેમ્પમાં ઘુસવામાં સફળ રહ્યા હતા.

English summary
An Army jawan was killed along the Line of Control (LoC) in Nowshera sector’s Rumli Dhara area of Rajouri district as Pakistani troops resorted to unprovoked firing on forward Indian positions during wee hours of Sunday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.