કાશ્મીરઃ અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, મેજર શહીદ

કાશ્મીરઃ અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, મેજર શહીદ

અનંતનાગઃ જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આવતા અકિંનગામમાં અથડામણ ચાલુ છે. વિસ્તારને હાલ સુરક્ષાબળોએ ઘેરી લીધો છે અને બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં સેનાના મેજર શહીદ થઈ ગયા છે. જ્યારે ેના અને બીએસએફના એક-એક જવાન ઘાયલ થયા છે. શહીદ મેજર અને જવાન બંને સેનાની 19મી રાષ્ટ્રીય રાઈફલ્સથી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક આતંકી પણ એનકાઉન્ટરમાં ઠાર મરાયો છે.

anantnag

એલઓસી પર ફાયરિંગ ચાલુ

એન્કાઉન્ટરથી અલગ પુંછ જિલ્લામાં એલઓસી પર સતત પાકિસ્તાન સેના તરફથી ગોળીબાર ચાલુ છે. આ ગોળીબારમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા છે જેમાં એક 11 વર્ષીય બાળકી પણ સામેલ છે. અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યું છે કે રવિવારેથી જ પાકિસ્તાન આર્મી સતત ગામોને નિશાન બનાવી રહી છે. રક્ષા પ્રવક્તા તરફથી યુદ્ધવિરામ ઉલ્લંઘન પર વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રવિવારે સાંજે સાત વાગીને 30 મિનિટ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ થયું. પાકિસ્તાનથી સેનાએ પહેલા નાના હથિયારોનો ઉપયોગ કર્યો અને પછી મોર્ટારથી પુંછ સેક્ટરમાં ફાયરિંગ કર્યું. સેના આ ફાયરિંગનો આકરો જવાબ આપી રહી છે. જે બાળકી ઘાયલ થઈ છે તેનું નામ મરિયમ બી જણાવવામાં આવી રહ્યું છે. બાળકી કનોટ ગામની રહેવાસી છે જે એલઓસી પર જ છે.

રજિયા અને સેનાના પોર્ટર અકબર પણ ઘાયલ છે જે શાહપુર ફોર્વર્ડ ગામના રહેવાસી છે. અનંતનાગમાં જ બુધવારે એક આત્મઘાતી હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના પાંચ જવાન અને જમ્મુ તથા કાશ્મીર પોલીસના એસએચઓ શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી મુશ્તાક અહમદ જરગરના આતંકી જગહ-અલ-ઉમર-મુઝાહિદ્દીને લીધી હતી જે પાકિસ્તાન સ્થિત એક આતંકી સંગઠન છે. આ હુમલો અનંતનાગના બિજી કેપી રોડ પર થયો હતો.

આ પણ વાંચો- પોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X