For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ સટ્ટેબાજી: વધુ એક સટોડિયાની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 જૂન: મુંબઇ પોલીસે આઇપીએલ સટ્ટેબાજી રેકેટના મુદ્દે સોમવારે વધુ એક સટોડિયાની ધરપકડ કરી લીધી છે. તેને આંતરરાષ્ટ્રીય હમાઇમથક પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 'અમે કિશોર બદલાણી ઉર્દે કિશોર પુણેને મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પરથી ઝડપી પાડ્યો હતો. તેમને જણાવ્યું હતું કે સટ્ટેબાજી રેકેટમાં નામ આવ્યા બાદ યૂરોપ નાસી ગયેલા કિશોર બદલાણીને પરત ફરથી વખતે ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ હવે કિશોર બદલાણીને પૂછપરછ કરી રહી છે કારણ કે તે ભારત અને પાકિસ્તાનના સટોડિયા વચ્ચેની એક મોટી કડી હોય શકે છે. શનિવારે મુંબઇ પોલીસને દિલ્હી આધારિત સટ્ટેબાજ અશ્વિન અગ્રવાલ ઉર્ફે ટિંકૂ ડેલ્હીની ધરપકડ કરી લીધી હતી.

એક સ્થાનિક કોર્ટે તેને 6 જૂન સુધી ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે કોર્ટને એમ કહી ધરપકડ માંગી હતી કે તે શોધવા માંગે છે કે શું ટિંકૂના સંબંધ અજિત ચંદીલા સાથે-સાથે અન્ય આઇપીએલ ખેલાડીઓ સાથે પણ છે.

spot-fixing

સરકારી વકીલ વાજિદ શેખે કહ્યું હતું કે ટિંકૂ એક મોબાઇલ નંબરનો ઉપયોગ કરી સટ્ટો લગાવતો હતો. આ મોબાઇલ નંબર કોઇ કોઠારીના નામની રજીસ્ટર છે અને ક્રાઇમ બ્રાંચ આ વ્યક્તિની શોધ કરવા માંગે છે. કોર્ટે પુણે આધારિત સટ્ટેબાજો દિનેશ શર્મા અને કિશોર પલબાની પોલીસ કસ્ટડી છ જૂન સુધી વધારી દિધી છે.

ફરિયાદી શેખે કહ્યું હતું કે પોલીસ તેના સહ આરોપી કિશોર બદલાણી વિશે માહિતી ઇચ્છે છે. આ અંગે બચાવ પક્ષના વકિલોનું કહેવું છે કે તે વિદેશમાં છે અને તેના પરિવારે પોલીસને માહિતી આપી હતી કે તે 3 જૂનના રોજ ભારત ફરશે. આઇપીએલ સટ્ટેબાજી રેકેટના મુદ્દે મુંબઇ પોલીસ અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે.

English summary
Mumbai Police on Monday detained one more bookie, Kishore Badlani alias Kishore Pune at Mumbai international airport in connection with the IPL betting racket, said police source.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X