જમ્મુ કાશ્મીર: બાંદીપોરમાં સેનાએ એક આતંકીને માર્યો, શરૂ થઇ પથ્થરબાજી

Posted By:
Subscribe to Oneindia News

સુરક્ષાબળો દ્વારા ઉત્તરી કાશ્મીરના બાંદીપોરના હાઝિનમાં સેના અને આતંકીઓની સામ સામી ફાયરિંગમાં એક આતંકીની મોત થઇ છે. જે પછી સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષાબળોએ બાંદીપોરના ગામ શકૂરુદ્દીનમાં આતંકીઓની હાજરી હોવાની જાણકારી મળી હતી. સુરક્ષાબળોએ અહીં ટીમને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું હતું. જે દરમિયાન આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સામ સામેના એનકાઉન્ટરમાં એક આતંકીની મોત થઇ હતી. અને માનવામાં આવે છે કે આ આતંકી પાકિસ્તાની હતો. જે આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો સદસ્ય હતો.

army

જો કે જે જગ્યાએ એનકાઉન્ટ થયું તે જગ્યા પર લોકોએ આતંકીઓને મારવા મામલે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. અને સેના પર પથ્થરબાજી પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ બાંદીપોરમાં એક વધુ આતંકીને સેનાએ મારી નાંખ્યો હતો. સેનાએ તેની ઓળખ પણ લશ્કરના આતંકી તરીકે કરી હતી. આ આતંકી બાંદીપોરના બોન મોહલ્લામાં મારવામાં આવ્યો હતો. અને તે પછી અહીં વિરોધ પ્રદર્શન થયું હતું. આ સમયે સુરક્ષાબળો અને સ્થાનિક લોકો વચ્ચે ઝડપ પણ થઇ હતી. જો કે આ વાતમાં અન્ય આતંકીઓ ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા.

English summary
One terrorist killed during an encounter with security forces in Bandiporas Hajin. Combing operation underway.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.