Zomatoને વધુ એક ઝટકો, કો ફાઉન્ડર મોહિત ગુપ્તાએ આપ્યુ રાજીનામુ
ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ એપ Zomatoના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. આની પુષ્ટિ કરતા, કંપનીએ તેમને ફેરવેલ મેસેજ પણ જારી કર્યો છે. મેનેજમેન્ટે તેમની સેવાઓ માટે તેમનો આભાર માન્યો. ગુપ્તાના રાજીનામાનું સાચું કાર
ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ એપ Zomatoના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. આની પુષ્ટિ કરતા, કંપનીએ તેમને ફેરવેલ મેસેજ પણ જારી કર્યો છે. મેનેજમેન્ટે તેમની સેવાઓ માટે તેમનો આભાર માન્યો. ગુપ્તાના રાજીનામાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેઓ છેલ્લા સાડા ચાર વર્ષથી કંપની સાથે જોડાયેલા હતા.

કંપની પર નજર રાખનારા નિષ્ણાતોના મતે તાજેતરના અઠવાડિયામાં Zomato માટે આ ત્રીજો ફટકો છે. કંપનીના નવા પહેલના વડા રાહુલ ગંજુએ આ અઠવાડિયે રાજીનામું આપ્યું છે. જ્યારે ગુપ્તાએ તેમના વિદાય સંદેશમાં લખ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે જે કંઈ પણ શીખ્યા છે, હું દરેકને આગળ વધતો જોવા માંગુ છું. નિરંતર બનો અને શીખતા રહો. એક એવી સંસ્થા પણ બનાવો જે બાકીના વિશ્વ માટે રોલ મોડેલ હોય.
તાજેતરમાં જ ઝોમેટોએ કંપનીનો આર્થિક અહેવાલ જાહેર કર્યો હતો, જે મુજબ તેની ખોટ હજુ પણ અકબંધ છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજા ક્વાર્ટરમાં Zomatoની ખોટ ઘટીને રૂ. 250.8 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 434.9 કરોડ હતી. બીજા ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1,661.3 કરોડની કમાણી કરી હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,024 કરોડ હતી.
તમને જણાવી દઈએ કે આખી દુનિયામાં આર્થિક મંદીનો અવાજ સંભળાઈ રહ્યો છે, જેના કારણે મોટી કંપનીઓ સતત છટણી કરી રહી છે, જ્યારે ઘણા મોટા અધિકારીઓ પણ પોતાના રાજીનામા આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ ફેસબુકની મધર કંપની મેટાને મોટો આંચકો લાગ્યો હતો, જ્યાં તેના ઈન્ડિયા પબ્લિક પોલિસીના વડા રાજીવ અગ્રવાલે રાજીનામું આપ્યું હતું. તેમની સાથે વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોસે પણ કંપની છોડી દીધી છે.












Click it and Unblock the Notifications
