લોકસભા ચૂંટણી 2009માં માત્ર 30 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014 રસાકસી ભર્યા માહોલમાં પહોંચી ગઇ છે. હવે માત્ર ત્રણ તબક્કાનું મતદાન બાકી છે અને 16 મેના રોજ ચૂંટણી પરિણામો પર આવી જશે. જનતાનો જનાદેશ શું છે તે સ્પષ્ટ થઇ જશે. આ ચૂંટણમીમાં પણ તમામ પક્ષો મુસ્લિમોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મુસ્લિમ મતદારોની વાસ્તવિકતા જુદું જ ચિત્ર રજુ કરે છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીઓમાં માત્ર 30 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા.

લોકસભા ચૂંટણી 2009માં 543 બેઠકો પર કુલ 768 મુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર 30 મુલ્સિમ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા.
મુસ્‍લિમ ઉમેદવારોને ટિકિટ આપવાના મામલામાં કોંગ્રેસ પ્રથમ સ્‍થાને રહી છે.

દેશમાં કુલ 768 મુસ્‍લિમ ઉમેદવારોએ ભાગ્‍ય અજમાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેમાથી 72 મુસ્‍લિમ ઉમેદવાર એવા હતા જે મુસ્‍લિમ ઉમેદવારને સૌથી મોટી પાર્ટી તરફથી ટિકિટ મળી હતી. દેશમાં લોકસભાની સૌથી વધારે બેઠકો ઉત્તરપ્રદેશમાં છે. સૌથી વધારે સાત મુસ્‍લિમ ઉમેદવારો પણ ઉત્તરપ્રદેશમાંથી જીત્‍યા હતા.

લોકસભા ચૂંટણી 2014ની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે જ્યા મુસ્લિમ મતદારોની સંખ્યા કુલ મતદારોના 20 ટતાથી પણ વધારે છે. આ ત્રણ રાજ્યોની થઇને કુલ 162 લોકસભા બેઠકોમાંથી 111 લોકસભા બેઠકો એવી છે જેમાં મુસ્લિમ મતદારોની ભૂમિકા સૌથી મહત્વની બની રહે છે. આ કારણે જ જ્યારે નવી સરકારની રચનાની વાત હોય ત્યારે મુસ્લિમોના મહત્વને અવગણી શકાય તેમ નથી. આમ છતાં તેમને ઉમેદવારીની તક આપવામાં તમામ પાર્ટીઓ પાછળ રહી છે.

મુસ્લિમોની દ્રષ્ટિએ જોઇએ તો જે અન્ય રાજ્યોની બેઠકો મહત્વની છે તેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, આસામ અને મહારાષ્ટ્ર મહત્વના છે. આ રાજ્યોની કુલ 165માંથી 54 બેઠકોમાં મુસ્લિમ મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આમ જોઇએ તો ભારતના 28 રાજ્યોમાંથી કુલ 10 રાજ્યોમાં મુસ્લિમો મહત્વની ભૂમિકામાં છે. જેમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જ્તયાંથી આવે છે તેવા ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે. આ કારણે લોકસભા ચૂંટણી 2014 નક્કી કરશે કે દેશની 16મી લોકસભામાં મુસ્લિમોનું વર્ચસ્વ કેવું રહેશે. તેના આધારે નવી સરકાની નીતિઓ અને યોજનાઓ પણ ઘડવામાં આવશે. આ કારણે જ ભારતમાં મુસ્લિમ વોટ બેંકનું રાજકારણ ખેલાય છે.

આગળ ક્લિક કરીને જાણો કઇ પાર્ટીના કેટલા ઉમેદવારો જીત્યા હતા...

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

કોંગ્રેસ - 25ને ટિકીટ આપી, 11 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


બહુજન સમાજ પાર્ટી - 11ને ટિકીટ આપી, 4 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


સમાજવાદી પાર્ટી - 10ને ટિકીટ આપી, 0 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


આસામ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ - 7ને ટિકીટ આપી, 1 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


માક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી - 7ને ટિકીટ આપી, 2 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


નેશનલ કોન્ફ્રન્સ - 4 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


તૃણમુલ કોંગ્રેસ - 3 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


મુસ્લિમ લીગ - 2 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


ભાજપ - 1 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


જતનાદળ(યુનાઇટેડ) - 1 જીત્યા

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો

પાર્ટી અને મુસ્લિમ ઉમેદવારો


ડીએમકે - 1 જીત્યા

English summary
Only 30 Muslim candidates out of 768 muslim candidate on 543 seats won in Lok Sabha Election 2009.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X