For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ સંબંધી જાહેરાતો પર હાઇકોર્ટની રોક

|
Google Oneindia Gujarati News

allahbad high court
અલ્હાબાદ હાઇકોર્ટે સેક્સ સંબંધી જાહેરાતોના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે પ્રદેશ સરકારને સેક્સ સંબંધી સમસ્યાઓના નિદાનનો દાવો કરનારા પોસ્ટર, હોર્ડિંગ્સ તથા દવાઓની જાહેરાત પર પણ પ્રતિબંધ લાદવાનો આદેશ જારી કર્યો છે.

ન્યાયમૂર્તિ સુનિલ અંબવાણીએ કહ્યું કે પ્રદેશમાં મોટી સંખ્યામાં ડાયગ્નોસ્ટિક સેંટર, પેથોલોજી લેબ અને અલ્ટ્રાસાઉન્ડ કેન્દ્રમાં ગેરકાયદેસર રીતે પરિક્ષણની ફરિયાદો મળી રહી છે.

તેમણે જિલ્લા અધિકારી અને સીએમઓની જવાબદારી નક્કી કરતા જણાવ્યું કે અધિકારીક વિસ્તારમાં આ પ્રકારની ગેરકાયદેસર દુકાનો પકડાઇ તો ડીએમ અને સીએમઓની સામે કાનૂની પગલા ભરવામાં આવે. કોર્ટે જણાવ્યું કે જો કોઇ જિલ્લામાંથી આવી ફરિયાદો આવી તો જિલ્લા અધિકારી અને મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી સામે કાનૂની પગલા ભરાશે.

હાઇકોર્ટે પ્રદેશના મુખ્ય સચિવ, પ્રમુખ સચિવ તબીબી અને સ્વાસ્થ્ય, પ્રમુખ સચિવ ગૃહ અને પોલીસ મહાનિદેશકને એક મોનિટરિંગ સેલ બનાવવાનો નિર્દેશ કર્યો છે, જે આવા ડોક્ટરો પર વોચ રાખશે.

English summary
The Allahabad High Court on Wednesday directed that district magistrates and chief medical officers of the districts shall be held responsible, if any clinics were found issuing illegal pre-conception or pre-natal diagnosis in their districts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X