જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારતીય સેનાનું 'Operation Mahadev', ત્રણ આતંકી ઠાર
Operation Mahadev in Srinagar: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારતીય સેનાએ ઓપરેશન મહાદેવ (Operation Mahadev) હેઠળ મોટી સફળતા મળી છે. સેના અને આતંકીઓ વચ્ચે શ્રીનગરમાં અથડામણ થતા 3 આતંકી ઠાર મરાયા છે. શ્રીનગરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઘેર્યા હતા. જેમાંથી 3 ઠાર મરાયા હોવાનું સામે આવ્યું છે, શ્રીનગરના લિડવાસની આ ઘટના છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને શ્રીનગર પોલીસનું આ સંયુક્ત ઓપરેશન છે. સેનાના ઓપરેશન મહાદેવમાં એન્કાઉન્ટર દરમિયાન 3 આતંકી ઠાર મરાયા છે.

Srinagar: લિડવાસ શ્રીનગરની બહારનો ગીચ જંગલ વિસ્તાર છે, જે ત્રાલને પહાડી માર્ગે જોડે છે. આ વિસ્તારમાં અગાઉ પણ TRFની આતંકવાદી પ્રવૃત્તિઓના અહેવાલો આવ્યા છે. આ ઓપરેશનનું નેતૃત્વ સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે ત્રણ આતંકવાદીઓને માર્યા ગયાની પુષ્ટિ કરી છે. આ દરમિયાન, દાચીગામ જંગલના ઉપરના ભાગોમાં CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસનું સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ એ જ વિસ્તાર છે જ્યાં જાન્યુઆરીમાં પણ TRFના એક ઠેકાણાને તોડી પાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 દિવસ પહેલા શંકાસ્પદ પ્રવૃત્તિઓ મળી આવી હતી.
#WATCH | J&K | Security Forces have neutralised three terrorists in an anti-terror operation in the Harwan area of Srinagar
— ANI (@ANI) July 28, 2025
Visuals of security checking of commuters being done in the area
(Visuals deferred by unspecified time; no live operational details disclosed) pic.twitter.com/eZv95xbqUd
સોમવારે દાચીગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન અચાનક ગોળીબાર થયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. આ પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને કાર્યવાહી વધુ તીવ્ર બનાવી હતી. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે હજુ પણ વધુ TRF આતંકવાદીઓ જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે.
દાચીગામ જંગલ પહેલાથી જ TRFનું મુખ્ય ઠેકાણું માનવામાં આવે છે. આ જૂથે તાજેતરમાં LoC નજીક લેન્ડમાઇન વિસ્ફોટની જવાબદારી પણ લીધી હતી, જેમાં 1 સૈનિક શહીદ થયા હતા અને 3 ઘાયલ થયા હતા. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરોમાં રહે અને ઓપરેશનને કારણે આ વિસ્તારથી દૂર રહે. આ વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
