Opinion Poll: ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ફરીથી આવશે ભાજપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને લઈને એક મોટો ઓપિનિયન પોલ સામે આવ્યો છે.

Opinion Poll On Gujarat and Himachal Pradesh: ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને લઈને એક મોટો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલ મુજબ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ફરીથી ભાજપ સત્તામાં આવી રહ્યુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. રિપબ્લિક ટીવી-પી-એમએઆરક્યુ ઓપિનિયન પોલમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં ભાજપ પહેલેથી જ સત્તામાં છે.

bjp

રિપબ્લિક TV-P-MARQ ઓપિનિયન પોલમાં 46.2 ટકા વોટ શેર સાથે ગુજરાતમાં ભાજપ માટે બે તૃતીયાંશ જીતની આગાહી કરવામાં આવી છે (182 માંથી 127-140) જે 2017ની ચૂંટણીના પરિણામ કરતાં ઘણી વધારે છે. આ ઓપિનિયન પોલમાં કોંગ્રેસને 28.4 ટકા વોટ શેર સાથે ગુજરાતમાં 37-45 બેઠકો જીતવાનો અંદાજ છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP) 20.6 ટકા મતો સાથે 9-21 બેઠકો જીતી શકે છે. જ્યારે અન્ય કેટલાક પક્ષો માટે ચૂંટણીમાં ત્રણ બેઠકોની આગાહી કરવામાં આવી છે. અન્યને 0-2 બેઠકો મળી શકે છે.

બીજી તરફ ઓપિનિયન પોલમાં ભાજપને 45.2 ટકા વોટ સાથે 68 સભ્યોની વિધાનસભામાં 37-45 બેઠકો મળવાની સંભાવના છે. બીજી તરફ કોંગ્રેસને 22-28 બેઠકો અને 40.1% વોટ મળશે. જો કે, તેમાં કહેવામાં આવ્યુ છે કે 2017થી કોંગ્રેસના પ્રદર્શનમાં આ વખતે સુધારો જોવા મળી શકે છે. હિમાચલમાં AAP 5.2% વોટ સાથે એક સીટ મેળવી શકે છે. જ્યારે અન્યને 1-4 બેઠકો મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X