Opinion poll : બિહારમાં INDIA ગઠબંધનને કેટલી સીટો? જાણો લેટેસ્ટ સર્વે?
લોકસભા ચૂંટણી પહેલા બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. પક્ષ પલ્ટુ નીતિશ કુમારના દગા બાદ પણ ઈન્ડિયા ગઠબંધને પુરી તાકાત લગાવી છે.
બિહારમાં ઈન્ડિયા એલાયન્સ અને એનડીએ વચ્ચેની લડાઈ રસપ્રદ બની રહી છે ત્યારે વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે.

બિહારમાં નીતીશ કુમારે ચૂંટણી પહેલા પક્ષ બદલવાને કારણે બિહારનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ન્યૂઝ 18 નેટવર્કના ઓપિનિયન પોલમાં આનો ચિતાર જોવા મળ્યો છે.
આ ઓપિનિયન પોલમાં NDA ગઠબંધનને બિહારની 40 માંથી 38 બેઠકો મળતી જોવા મળી રહી છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે.
આ વખતે પણ NDA BJP અને JDUના નેતૃત્વમાં ગઠબંધન બિહારમાં સંપૂર્ણ રીતે આગળ છે. જો મધ્ય બિહારની વાત કરીએ તો જ્યાં લોકસભાની કુલ આઠ બેઠકો છે. અહીં સાત સીટ એનડીએના ખાતામાં જાય છે, જ્યારે એક સીટ ઈન્ડિયા એલાયન્સના ખાતામાં જાય છે.
બિહારના પૂર્વ વિસ્તારમાં એનડીએને છમાંથી પાંચ બેઠકો મળી રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને એક બેઠક મળી રહી છે.
આ સિવાય બિહારના અન્ય ત્રણ ક્ષેત્રો એટલે કે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમમાં NDAને સંપૂર્ણ જીત મળતી દેખાઈ રહી છે. એનડીએ ગઠબંધનને ઉત્તરમાં 12માંથી 12 બેઠકો મળી રહી છે, જ્યારે દક્ષિણમાં પણ એનડીએને 12માંથી 5 બેઠકો મળી રહી છે.
પશ્ચિમ ક્ષેત્રમાં પણ NDA ગઠબંધનને 9 માંથી 9 બેઠકો મળી છે. આ સર્વે મુજબ બિહારમાં ત્રણ ક્ષેત્રોમાં ઈન્ડિયા એલાયન્સનો સંપૂર્ણ પરાજય થઈ રહ્યો છે અને એનડીએને જંગી જીત મળતી દેખાઈ રહી છે.












Click it and Unblock the Notifications
