રાહુલ ગાંધી મુદ્દે લાલ કિલ્લા પાસે વિપક્ષનો હંગામો, કોંગ્રેસ નેતાઓની ધરપકડ

નવી દિલ્હી : સુરતની સેશન્સ કોર્ટે સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ ખતમ રદ કરી દેવાયુ છે. હવે તેમને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મોકલાતા વિપક્ષમાં હંગામાનો માહોલ છે. લોકસભામાં ભારે હંગામા વચ્ચે કોંગ્રેસ બહાર પણ સરકારને ઘેરવાનો કોઈ મોકો નથી છોડી રહી છે.
આજે ભારે હંગામા સાથે કોંગ્રેસે સેવ ડેમોક્રેસી ટોર્ચ પીસ માર્ચ શરૂ કરે તે પહેલા જ પોલીસે લાલ કિલ્લા વિસ્તારને બેરિકેડ કરી દીધો હતો. વિરોધ કરવા માટે ભેગા થયેલા કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરાઈ હતી.
આ માર્ચ માટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત સહિત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. આ તમામની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. આ તમામ લોકો રાહુલ ગાંધીને સંસદમાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં લાલ કિલ્લા પાસે એકઠા થયા હતા. લોકતંત્ર બચાવો મશાલ શાંતિ માર્ચ લાલ કિલ્લા પરથી સાંજે 7 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ પોલીસે લાલ કિલ્લાના વિસ્તારને બેરિકેડ કરી દીધો હતો. બીઆરએસ સાંસદ કેશવ રાવ વિરોધ સ્થળ પર કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે જોવા મળ્યા હતા.
આ સિવાય કોંગ્રેસે દિલ્હીના ચાંદની ચોકમાં ટાઉન હોલ સુધી વિરોધ માર્ચનું આયોજન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા અને લોકશાહીની સુરક્ષા માટે વિરોધ દર્શાવવાનો હતો. અહીં કોંગ્રેસના સાંસદોને હાથમાં સળગતી મશાલો સાથે માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર એકત્ર થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે તેમને વિરોધ સ્થળ પર પહોંચતા પહેલા જ અટકાવી દીધા હતા.












Click it and Unblock the Notifications
