2જી પર જેપીસીનો રિપોર્ટ ખોટો, અધ્યક્ષ આપે રાજીનામુ : બીજેપી

સિન્હાએ જણાવ્યું કે રિપોર્ટમાં કેન્દ્રની યુપીએ સરકારને દોષી ગણવાને સ્થાને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન પર આંગળી ઉઠાવવામાં આવી છે, જેને દેશમાં દૂરસંચાર ક્રાંતિ લાવી હતી.
ભાજપા નેતાએ જણાવ્યું કે 'જેપીસી છેલ્લા બે વર્ષથી રિપોર્ટ પર કામ કરી રહી હતી. મને આશા ન્હોતી કે જેપીસીના અધ્યક્ષ પી.સી. ચાકો આ હદ સુધી જઇ શકે છે. યુપીએને દોષી ઠેરવાને સ્થાને તેઓ રાજગ પર કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લગાવી રહ્યા છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા રવિશંકર પ્રસાદે જેપીસીના અધ્યક્ષ પી.સી. ચાકોના રાજીનામાની માગ કરી છે. તેમજ જેડીયૂના નેતાઓએ પણ જેપીસીના રિપોર્ટ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમજ યશવંત સિન્હાએ આ રિપોર્ટને સરકારી હસ્તક રિપોર્ટ ગણાવ્યો હતો.












Click it and Unblock the Notifications
