લાકસભામાં સરકાર વિરુદ્ધ આજે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે વિપક્ષ દળ
સંસદનુ મૌનસૂન સત્ર ચાલી રહ્યુ છે. મણીપુર પર ચર્ચા બાદ સંસદમાં ચાર દિવસથી વિરોધ પક્ષોના વિરોધને લઈધે સંસદ ચાલી નથી શક્તી. આ વચ્ચે વિપક્ષ દળોએ લોકસભામાં આજ એટલે કે, બુધવારે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

સંસદમાં મંગળવારે પણ મણીપુરને લઇને ભારે હંગામો થયો હતો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે મણીપુર પર પીએમ મોદીના નિવેદનની માગને લઇને સુત્રોચ્ચાર કર્યા હતા. લોકસભામાં સંસદોએ સદનમાં ભારે સુત્રો પોકાર્યા હતા.
રાજ્યસભામા મહિલા મણીપુર મુદ્દાને લઇને ગતિરોધ ચાલુ રહ્યો હતો. રાજ્યસભાથી પુરા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવેલા આપ સાસંદ સંજય સિહ મહાત્મા ગાધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
જણવા મળતી માહિતી મુજબ અવિશ્વાસ પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. વિપક્ષ દળ આજે સદનમાં રજુ કરશે. ગૃહમંત્રી અમિત શાહએ સદનમાં ચાલી રહેલા વિરોધને લઇને મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને પત્ર લખ્યો છે. તેમણે મણીપુર પર ચર્ચા કરવાની વાત કરી હતી. શાહએ આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે પણ મુલાકાત કરી હતી.
વિપક્ષી દળો વચ્ચે આ મુદ્દે સામાન્ય સહમતી બની ગઇ છે. એને ઓછામાં ઓછા 50 સભ્યોના હસ્તાક્ષર લેવા માટે હસ્તાક્ષર અભિયાન પહેલાથી જ ચાલી રહ્યુ છે. કોગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ જાણકારી આપી છે. પિપક્ષ દળ કાલે સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
કોગ્રેસ નેસાત અધીર રંજને કહ્યુ કે, અમે સરકાર વિરુદ્ધ અવિશઅવાસ પ્રસ્તાવ લાવી રહ્યા છીએ. કેમ કે, સરકાર ઉપર લોકોનો ભરોષો તુટી રહ્યો છે. અમે ઇચ્છી રહ્યા છીએ કે, પ્રધાનમંત્રી મણીપુર પર બો્લ. પરંતુ પીએમ વાત નથી સાંભળતા. તે સદનની બહાર કઇ વાત કરે છે અને અંહિયા ઇન્કાર કરી રહ્યા છે. અમે વારંવાર તેમનુ ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. પરતુ બધુ નિષ્ફળ રહ્યુ છે.












Click it and Unblock the Notifications
